2 MP પાસે સંપત્તિનો વિશાળ ભંડાર,4,148 કંપનીનું મૂલ્યાંકન તેમની નેટવર્થ કરતાં ઓછુ

PC: tv9hindi.com

લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. પરિણામો પણ આપણા બધાની સામે છે. આ દરમિયાન, બે ખાસ સાંસદો સમાચારમાં છે, જેમની નેટવર્થ (બંને એકસાથે) ઘણી લિસ્ટેડ કંપનીઓ કરતાં વધુ છે. એકનું નામ ડૉ. પેમ્માસાની ચંદ્રશેખર છે અને બીજાનું નામ કોંડા વિશ્વેશ્વર રેડ્ડી છે. બંનેની કુલ સંપત્તિ 10,000 કરોડ રૂપિયાની આસપાસ છે. ભારતીય શેરબજારમાં 4,148 કંપનીઓ છે, જેનું મૂલ્યાંકન રૂ. 10,000 કરોડથી ઓછું છે.

આંધ્રપ્રદેશની ગુંટુર લોકસભા સીટ પર ડો.પેમ્માસાની ચંદ્રશેખર જીત્યા છે. તેલુગુ દેશમ પાર્ટી (TDP)ની ટિકિટ પર ચૂંટણી લડનાર પેમ્માસાનીની કુલ સંપત્તિ 5,785.28 કરોડ રૂપિયા છે. તે એક NRI ડોક્ટર છે. આ વખતે તેઓ દેશભરમાં લોકસભાની ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારો કરતાં વધુ અમીર હતા. હવે તેઓ સૌથી અમીર સાંસદ છે. આ વખતે તેમને લોકસભા સીટ પરથી 60.7 ટકા (8,64,948 વોટ) મળ્યા છે.

ડૉ. ચંદ્રશેખર પાસે ફિક્સ ડિપોઝિટ, ટર્મ ડિપોઝિટ વગેરે સહિત રૂ. 2,316 કરોડની જંગમ સંપત્તિ છે. એ જ રીતે તેમની પત્ની કોનેરુ શ્રીરત્ના પાસે 2,289 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. ડૉ. ચંદ્રશેખર પાસે 72,00,24,245 રૂપિયાની સ્થાવર સંપત્તિ છે, જ્યારે કોનેરુ પાસે 34,82,22,507 રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. જો કે આ બંને પર 1000 કરોડ રૂપિયાથી વધુની લોન પણ છે. ડૉ.ચંદ્રશેખર પર 519 કરોડનું દેવું છે. તેમની પત્ની કોનેરુ શ્રીરત્ના પર પણ એટલું જ દેવું છે. બંને વિશ્વભરની 101 કંપનીઓમાં પણ શેર ધરાવે છે.

કોંડા વિશ્વેશ્વર રેડ્ડી આ વખતે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર તેલંગાણાની ચેવેલ્લા બેઠક પરથી જીતીને સંસદમાં પહોંચ્યા છે. રેડ્ડી 2024માં BJPની સીટ પરથી ચૂંટણી લડનારા તમામ ઉમેદવારો કરતાં વધુ સંપત્તિ ધરાવે છે.

તેમના ચૂંટણી સોગંદનામામાં, વિશ્વેશ્વર રેડ્ડી અને તેમના પરિવારે જંગમ અને સ્થાવર મિલકતોના રૂપમાં રૂ. 4,568 કરોડની નેટવર્થ જાહેર કરી હતી. પરિવારની સંપત્તિની વિગત સોગંદનામામાં કંઇક આ પ્રમાણે આપવામાં આવ્યું હતું. વિશ્વેશ્વર રેડ્ડી અને તેમની પત્ની સંગીતા રેડ્ડીએ જણાવ્યું કે, તેમની પાસે અનુક્રમે રૂ. 1178.72 કરોડ અને રૂ. 3,203.9 કરોડની જંગમ સંપત્તિ છે. એ જ રીતે તેમના પુત્ર વિરાજ માધવ રેડ્ડી પાસે 107.44 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે.

પરિવારની માલિકીની સૌથી મોટી જંગમ સંપત્તિ એપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝિસના શેર છે. વિશ્વેશ્વર રેડ્ડી પાસે રૂ. 973.22 કરોડના શેર હોવાનું કહેવાય છે, જ્યારે તેમની પત્ની સંગીતા રેડ્ડી પાસે રૂ. 1,500.85 કરોડના શેર હોવાનું કહેવાય છે. આ સિવાય સંગીતા રેડ્ડીની પાસે સોનાના ઘરેણાં, હીરા અને અન્ય મોંઘી ધાતુઓના રૂપમાં 10.4 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp