માલદીવ માટે ગુસ્સો અને ભારત પ્રત્યે પ્રેમ, આટલા લોકો રોજ કેન્સલ કરી રહ્યા ફ્લાઇટ

PC: curlytales.com

ભારત અને માલદીવ વચ્ચે ચાલી રહેલા હાલના વિવાદની અસર વધતી જઇ રહી છે. ભારતીય લોકોમાં પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને માલદીવ પર ગુસ્સાનો લાવા ફૂટી રહ્યો છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે માલદીવ જનારા 300-400 યાત્રી રોજ પોતાની ફ્લાઇટ કેન્સલ કરી રહ્યા છે. તેની અસર માલદીવ સાથે સાથે ભારતીય એરલાઇન્સ પર પણ પડી રહી છે, પરંતુ દેશ પ્રેમ અને પોતાના વડાપ્રધાનના સન્માનમાં લોકો હાથોમાં હાથ મળાવીને ઊભા છે.

દેશના જાણીતી ટ્રાવેલ સર્વિસ પોર્ટલ બ્લૂ સ્ટાર એર ટ્રાવેલ સર્વિસના ડિરેક્ટર માધવ ઓઝાએ કહ્યું કે, ‘લોકોમાં માલદીવ પ્રત્યે ગુસ્સો વધતો જઇ રહ્યો છે. તેમનામાં ભારત પ્રત્યે દેશપ્રેમ અને પોતાના વડાપ્રધાન પ્રત્યે ખૂબ સન્માન છે. તેની અસર બંને દેશો વચ્ચે ચાલી રહેલી હવાઈ સેવાઓ પર નજરે પડી રહી છે. રોજ લગભગ 300 થી 400 લોકો પોતાની ફ્લાઇટ કેન્સલ કરાવી રહ્યા છે. અત્યારે ભારતથી માલદીવ માટે ઘણા શહેરોથી સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. અહીથી રોજ લગભગ 8 ફ્લાઇટ સીધી માલદીવ જાય છે. તેમાંથી 3 ફ્લાઇટ મુંબઈથી સીધી માલદીવ માટે છે.’

રામમાધવે કહ્યું કે, એ સિવાય હૈદરાબાદ, કોચ્ચી, બેંગ્લોર અને દિલ્હીથી પણ માલદીવ માટે સીધી ફ્લાઇટ જાય છે. તાજા વિવાદ બાદ આ ફ્લાઇટો પર પણ ખૂબ અસર પડી છે અને રોજ મોટી સંખ્યામાં બુકિંગ કેન્સલ થઈ રહી છે.’ માધવ ઓઝાનું કહેવું છે કે ભારતથી રોજ 8 ફ્લાઇટોના માધ્યમથી લગભગ 1200 થી 1300 લોકો માલદીવ જાય છે. જો તાજા વિવાદ બાદ સિનારિયો જોઈએ તો લગભગ 20-30 ટકા પેસેન્જર્સ પોતાની યાત્રા કેન્સલ કરી રહ્યા છે. તેનો અર્થ એ થયો કે રોજ લગભગ 300 થી 400 લોકો પોતાની ફ્લાઇટ કેન્સલ કરી રહ્યા છે. જાહેર છે કે તેની અસર ભારતીય એરલાઇન્સ સાથે સાથે માલદીવના બિઝનેસ પર પણ વધુ પડી રહી છે.

આ અગાઉ દેશની સૌથી મોટી ટ્રાવેલ બુકિંગ એપ ઇઝીમાયટ્રીપે તો માલદીવ માટે ટ્રાવેલની બુકિંગ લેવાનું જ બંધ કરી દીધી. પોર્ટલના કો-ફાઉન્ડરનું કહેવું છે કે અમે પોતાના દેશ અને વડાપ્રધાન સાથે ઊભા છીએ અને આગળથી માલદીવ માટે કોઈ બુકિંગ શરૂ નહીં કરીએ. સોમવારે કો-ફાઉન્ડરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા કહ્યું કે, અમે બધી બુકિંગ કેન્સલ કરી દીધી છે અને લક્ષદ્વીપ માટે 5 નવા પેકેજ શરૂ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp