5, 10 લાખમાં નહીં આ મોબાઈલ નંબર સાત કરોડમાં વેચાયો, ખરીદવા માટે ભારે હરીફાઈ લાગી

PC: punjabkesari.in

ભારતમાં, વાહનોના કોઈ ખાસ નંબરોની હરાજી સરકાર કરે છે. આ નંબરો લાખો રૂપિયામાં વેચાય પણ છે. પરંતુ, શું તમે સાંભળ્યું છે કે, એક મોબાઈલ નંબર પણ કરોડો રૂપિયામાં વેચાયો હોય. ના સાંભળ્યું હોય તો આજે જ જાણી લો. અમીર લોકોના શહેર દુબઈમાં યોજાયેલી હરાજીમાં એક ખાસ મોબાઈલ નંબર 5 કે 10 લાખ રૂપિયામાં નહીં પરંતુ 7 કરોડ રૂપિયામાં વેચાયો હતો. મોબાઈલ નંબર 058-7777777 ખરીદવા માટે બોલી લગાવનારાઓ વચ્ચે જોરદાર સ્પર્ધા થઈ હતી. બોલી રૂ. 22 લાખથી શરૂ થઇ હતી અને રૂ. 7 કરોડ પર જઈને બંધ થઇ હતી.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ, દુબઈમાં યોજાયેલી આ હરાજીમાં માત્ર યુનિક નંબરવાળા ફોન નંબર અને યુનિક નંબરવાળી કારની પ્લેટની જ હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં કુલ 86 કરોડ રૂપિયા એકત્ર થયા છે. હરાજીમાં ખાસ નંબરવાળી કારની પ્લેટ 65 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, UAEમાં વાહનની ખાસ નંબરવાળી પ્લેટ અને ચોક્કસ નંબરો સાથે સિમ કાર્ડ હોવું એક સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. આ જ કારણ છે, કે ત્યાંના લોકો સ્પેશિયલ નંબરો માટે ભારે કિંમત ચૂકવવા તૈયાર છે.

આ હરાજી દ્વારા અગ્રણી ટેલિકોમ કંપનીઓ Du અને Etisalatના 21 મોબાઈલ નંબર વેચવામાં આવ્યા હતા. આ સિવાય આ હરાજીમાં માત્ર 10 ખાસ નંબર પ્લેટની હરાજી કરવામાં આવી હતી. Etisalatના વિશિષ્ટ મોબાઈલ નંબરોથી 4.135 કરોડ દિરહામ (આશરે રૂ. 9 કરોડ) અને Du કંપનીના વિશિષ્ટ નંબરોથી 4.935 કરોડ દિરહામ (આશરે રૂ. 11 કરોડ) મળ્યા હતા.

આ હરાજીમાંથી મળેલી રકમ 'Dh1 બિલિયન મધર્સ એન્ડોમેન્ટ કેમ્પેઈન'ને આપવામાં આવશે. આ અભિયાન સંયુક્ત આરબ અમીરાતના ઉપરાષ્ટ્રપતિ, PM અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

ખાસ નંબરોની આ હરાજી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આટલી મોંઘી કિંમતની બોલી લગાવવા પર પર યુઝર્સ વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'જ્યારે લોકો પાસે પૈસાનું પૂર આવ્યું હોય છે, ત્યારે તેઓ કંઈક આવું જ કરે છે.' અન્ય એક યુઝરે લખ્યું કે, લોકોને VIP નંબર્સનું વિચિત્ર વળગણ છે. જે સમજી શકાય તેમ નથી. તેને આખી દુનિયામાં લીક કરવા માટે આટલી મોટી કિંમત ચૂકવવાનો શું અર્થ છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp