પૈસા તૈયાર રાખજો, આગામી સપ્તાહે 6 કંપનીના IPO આવી રહ્યા છે, 2500 કરોડ ભેગા કરશે

PC: kfintech.com

જો તમને IPOમાં રોકાણ કરવાનું પસંદ છે તે આગામી સપ્તાહ તમારે માટે મહ્ત્ત્વનું છે. 2 મુખ્ય કંપનીઓ અને 4 SMEના IPO ખુલી રહ્યા છે. આગામી સપ્તાહમાં 6 કંપનીઓ બજારમાંથી 2500 કરોડ રૂપિયા ભેગા કરવાની છે.

આગામી સપ્તાહે શેરબજારમાં ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝનો IPO ખુલવા જઈ રહ્યો છે. તમે આ IPOમાં 13 ડિસેમ્બરથી 15 ડિસેમ્બરની વચ્ચે બિડ કરી શકો છો. આ IPOનું કદ 1200 કરોડ રૂપિયા છે. DOMS IPOની પ્રાઇસ બેન્ડ 750 થી 790 વચ્ચે નક્કી કરવામાં આવી છે. આ IPO ગ્રે માર્કેટમાં ઘણો ધૂમ મચાવી રહ્યો છે. તે હાલમાં 60.76 ટકાના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો છે.જો આ સ્થિતિ ચાલુ રહેશે તો કંપનીનો શેર રૂ. 1270ની આસપાસ લિસ્ટ થઈ શકે છે.

ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ વોલ્યુમની દ્રષ્ટ્રિએ બીજા નંબરની સૌથી મોટી સ્ટેશની પ્લેયર છે. પેન્સિલ અને મેથેમેટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સ જેવા મુખ્ય પ્રોડક્ટ બનાવવામાં કંપનીનો માર્કેટ શેર 30 ટકા જેટલો છે.કંપનીની પાસે અમેરિકા, આફ્રીકા, એશિયા પેસિફિક, યુરોપ અને મિડલ ઇસ્ટમાં એક મલ્ટી ચેનલ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે.

ઇન્ડિયા શેલ્ટર ફાયનાન્સ કંપનીનો IPO પણ 13 ડિસેમ્બરે ખુલી રહ્યા છે. પ્રાઇસ બેન્ડ 469થી 493 રાખવામાં આવ્યો છે. ગ્રે માર્કેટમાં આ કંપનીના શેરના ભાવનું પ્રીમિયમ 130 રૂપિયા ચાલી રહ્યું છે. લગભગ 623ના ભાવે શેરબજારમાં લિસ્ટ થઇ શકે છે. ઇન્ડિયા શેલ્ટર ફાયનાન્સ એ હાઉસીંગ ફાયનાન્સ કંપની છે.

Presstonic Engineering,, SJ Logistics, Shree OSFM E-Mobility અને Siyaram Recycling Industries ના IPO SME કેટેગરીમાં ખુલી રહ્યા છે.

Presstonic Engineeringનો IPO 11થી 13 ડિસેમ્બર વચ્ચે ખુલી રહ્યો છે. ઇશ્યૂ દ્વારા કંપની 23.30 કરોડ ભેગા કરવાની છે.

SJ Logisticsનો IPO 12થી 14 ડિસેમ્બર વચ્ચે ખુલી રહ્યો છે. ઇશ્યૂ દ્વારા કંપની 48 કરોડ રૂપિયા ભેગા કરશે.

OSFM E-Mobility અને Siyaram Recyclingના IPO 12થી 14 ડિસેમ્બરની વચ્ચે ખુલી રહ્યા છે. OSFM 24 કરોડ અને Siyaram 23 કરોડ ભેગા કરશે.

તાજેતરમાં ટાટા ટેક્નોલોજી અને ફલેર રાઇટીંગના IPOએ રોકાણકારોને બમ્પર કમાણી કરાવી આપી છે.ટાટા ટેક્નોલોજીનો શેર 500 રૂપિયામાં ઓફર કરવામાં આવ્યો હતો અને લિસ્ટીંગના પહેલાં જ દિવસે 1400 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. મતલબ કે રોકાણકારોને શેરદીઠ 900 રૂપિયાની કમાણી થઇ ગઇ હતી. 15,000ના રોકાણ પર 27,000ની કમાણી

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp