19 વર્ષ બાદ 78ની ઉંમરે ડોરેનને મળ્યો ન્યાય, મંત્રીના સંબંધીએ આપ્યા 8.41 કરોડ

PC: twitter.com

મહારાષ્ટ્રના મંત્રી છગન ભૂજબલ અને તેમના પરિવારની સામે 19 વર્ષ સુધી કાયદાકીય લડાઈ લડ્યા બાદ આખરે 78 વર્ષીય મહિલાને ન્યાય મળી ગયો છે. 78 વર્ષીય ડોરેન ફર્નાન્ડીઝને પોતાના પૈતૃક બંગલાના વેચાણથી એ મળી ગયું છે, જેની તે હકદાર હતી. ફર્નાન્ડીઝને છગન ભૂજબલના ભત્રીજા સમીર ભૂજબલની કંપની પરવેશ કન્ટ્ર્ક્શનથી 8.41 કરોડ રૂપિયા મળી ગયા છે.

ડોરેનને આ માટે 19 વર્ષ સુધી કાયદાકીય લડાઈ લડવી પડી હતી. ડોરેનને આ બે દશક દરમિયાન કેટલી મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થવું એ એનાથી વધુ કોઈ ન સમજી શકે. 2021માં તો તેમના પતિનું પણ નિધન થઈ ગયું હતું, તેમણે પણ આ લડાઈ માટે વર્ષો સુધી સંઘર્ષ કર્યો હતો. પતિના નિધન બાદ ડોરેન પર 3 ઓટિસ્ટિક દીકરાઓની પણ જવાબદારી આવી હતી. સામાજિક કાર્યકર્તા અને AAPના પૂર્વ નેતા અંજલી દમાનિયાએ ડોરેન પરિવારની દુર્દશા લોકોની સામે રજૂ કરી હતી. તેમણે 2014-15મા આના પરથી પડદો ઉઠાવ્યો હતો, જ્યારે છગન ભૂજબલ અને તેમના પૂર્વ સાંસદ ભત્રીજા સમીરની ધરપકડ થઈ હતી, પરંતુ ત્યારે આ મામલો અભરાઇએ ચડી ગયો હતો. પરંતુ પૈસા મેળવવા માટે ડોરેન પરિવારને ખૂબ મુશ્કેલીઓ ઉઠાવવી પડી હતી.

શું હતો કેસ...

ડોરેન ફર્નાન્ડીઝે દાવો કર્યો હતો કે, તેમના પરિવારને 1994મા પુનર્વિકાસ માટે પાંચ ફ્લેટના બદલામાં પોતાનો બંગલો આપી દીધો હતો. ડેવલપર્સે આને સમીર ભૂજબલની પરવેશ કન્ટ્ર્ક્શન કંપનીને વેચી દીધો હતો, જ્યાં તેણે એક મલ્ટીલેવલ બીલ્ડિંગ બનાવી હતી, પરંતુ ડોરેનના પરિવારને કંઇ નહોતું મળ્યુ. આ પહેલા સમીર ભૂજબલે આરોપોને ફગાવતા કહ્યું હતું કે, તેમણે રહેજા કંપની પાસેથી આ સંપત્તિ ખરીદી હતી. માનવીય આધારે તેણે 50 લાખ રૂપિયા આપવાની પણ રજૂઆત કરેલી, પરંતુ ડોરેને એ લેવાની ના પાડી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp