એક એવો દેશ જ્યાં ભારતના 1 રૂપિયાની કિંમત 500 બરોબર છે

દુનિયાના એવા ઘણા દેશો છે જ્યાં ભારતીય ચલણ રૂપિયાની કિંમત ઘણી વધારે છે. એક દેશ તો એવો છે જ્યાં ભારતીય 1 રૂપિયાની કિંમત 500 કરતા વધારે છે. આ દેશનું નામ છે ઇરાન.

ઇરાનનું સત્તાવાર ચલણ છે રિયાલ, જેને અંગ્રેજીમાં ઇરાનિયન રિયાલ કહેવામાં આવે છે. અત્યારે ભારતના 1 રૂપિયા સામે રિયાલની વેલ્યુ 507.22 રૂપિયા છે. તમે ઇરાન ફરવા જાઓ અને ગજવામાં ભારતના 10,000 રૂપિયા હોય તો તમે સારી રીતે રહી શકો, સારી રીતે ફરી શકો.

અમેરિકાએ વર્ષોથી ઇરાન પર આર્થિક પ્રતિબંધો મુકેલા છે, જેને કારણે ઇરાનનું ચલણ રિયાલ ગગડી રહ્યું છે. અમેરિકાના પ્રતિબંધને કારણે ઇરાન પોતાના દેશનું ઓઇલ દુનિયાને વેચી પણ શકતું નથી. ઇરાને અમેરિકન ડોલર સ્વીકારવાનું બંધ કરી દીધું છે. ભારતનો રૂપિયો ઇરાનમાં સ્વીકારવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp