આ ખેડૂત ખેતીની ઉપજથી 123 દેશમાં કરે છે વ્યાપાર, સરકાર તરફથી મળ્યા છે એવોર્ડ્સ

PC: i0.wp.com

કાયમ રોંદણા રડતા, વિરોધ કરતા, પાક વીમા અને આર્થિક મદદના નામે માથું કુટતા લાખો ખેડૂત માટે એક ઉદાહરણ રૂપ કિસ્સો સૌરાષ્ટ્રના ગોંડલમાંથી સામે આવ્યો છે. ખેડૂત મોટી ઉપજ અને સારા ભાવ માટે ખેતી કરતા હોય છે. પણ આપણા દેશમાં ખેડૂતોના મુદ્દાઓને લાગતા રાજકીય સ્પર્શમાં અનેક જશખાટુંઓ ફાવી જાય છે. પણ આજના આધુનિક સમયમાં ટેકનોલોજીના સહારે અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવામાં આવે તો શું ન થઈ શકે? આવું એક અનોખું કામ કરે છે ગોંડલમાં રહેતા ખેડૂત રમેશ રૂપારેલિયા.

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના સાંઢવયા ગામના વતની રમેશભાઈ છેલ્લા ઘણા વર્ષોથી ખેતીકામ કરે છે. ગોંડલમાં એમની જમીન છે. રમેશભાઈ બહું ભણેલા નથી. સાત ધોરણ પાસ છે. પરિવારની આર્થિક રીતે નાજુક સ્થિતિમાં અનેક નાના-મોટા વ્યાપાર કર્યા. પણ નિષ્ફળતાની ઠોકર ખાધી, પણ હતાશાને હલેસું મારી અંતે ખેતી કામ કરવાનું વિચાર્યું. ગૌમુત્રથી ખેતી કરીને અનેક ઓર્ગેનિક ઉપજ મેળવી. જેનો 123 દેશમાં વ્યાપાર થાય છે. ઓર્ગેનિક ખેતી ઉત્પાદન માટે APP વિકસીત 123 દેશમાં જૈવિક ખેતપેદાશનું તેઓ વેચાણ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, મેં 14 વર્ષ પહેલા માત્ર ગોબર-ગૌમુત્રની મદદથી ખેતી કરવાનું શરૂ કર્યું. પછી ધીમે ધીમે એમાંથી ઉપજ મળતા સફળતા મળી. વર્ષ 2010માં 25 વીધામાં ડુંગળીનું વાવેતર કર્યું. એ વખતે 3.5 મિલિયન ડુંગળીની ઉપજ ઊતરી. જે પછી વેંચી દીધી. ગુજરાત રાજ્ય સરકાર પાસેથી પણ આવી જૈવિક અને અનોખી ખેતી બદલ સન્માન પત્ર, કિશાન સન્માન અને એવોર્ડ મળ્યા છે.

માન્યમાં નહીં આવે પણ હકીકત એ છે કે, મારે ત્યાં ફાર્મ હાઉસ પર ડૉક્ટર, પાયલટ, કૃષિ નિષ્ણાંત અને ખેતીમાં રસ ધરાવતા યુવાનો ટ્રેનિંગ લેવા માટે આવે છે. હું એમને મારી યથાશક્તિ તમામ મુદ્દાઓ સમજાવવા પ્રયત્નો કરૂ છું. આમાં તો ડાયરેક્ટ પ્રેક્ટિલ જ હોય એટલે એ લોકો પણ અનેક રીતે કામ કરી રહ્યા છે. હાલમાં તે પોતાની ઉપજને વધું સરળ અને પ્રાપ્ય બનાવવા માટે એક સાથે 12 ભાષાઓમાં એક એવી અપ્લિકેશન તૈયાર કરી રહ્યા છે. જેમાંથી સજીવ ખેતી, ઓર્ગેનિક ખેતી, પ્લાન્ટેશન, ખેતીમાં આવતી મુશ્કેલીઓ, ઉકેલ, સલાહ-સૂચન, ચોક્કસ તાલિમ, ખેતીની ટેકનિક વગેરે વિશે ઓનલાઈન ગમે ત્યારે ગમે ત્યાંથી ખેડૂતને માહિતગાર કરી શકાય.

રમેશભાઈ કહે છે કે, ટેકનોલોજીની મદદથી એક ડેરી પણ શરૂ કરી છે. જેમાં 150થી વધારે ગીર ગાય છે. જ્યાંથી ઘણી બધી મિલ્ક પ્રોડ્કટ મળી રહે છે. આ ઉપરાંત તેઓ એક કોલ સેન્ટર ચલાવે છે જેમાં 40થી વધારે લોકોને રોજગારી આપે છે. આજે ઘણા બધા દેશમાં એમને તૈયાર કરેલી કેટલીક ઓર્ગેનિક ઉપજનું વેચાણ થાય છે. આ ઉપરાંત ખેડૂતોને ટેકનિકલ અને ઓર્ગેનિક ખેતી માટે પણ પ્રોત્સાહિત કરે છે. આસપાસના ખેડૂતો જ નહીં યુવાનો પણ આ અનોખા કોન્સેપ્ટ માટે અનેક વખત પૂછવા માટે આવે છે. વર્ષ 2014માં શ્રેષ્ઠ ખેડૂત એવોર્ડ અને વર્ષ 2015માં પશુ ખેડૂત એવોર્ડ મળ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp