ગાય, બકરી, ભેંસ, ખચ્ચર, ગધેડો, ઊંટ-ઘોડા જેવા પ્રાણીઓ માટે બનાવાશે 'ચારા બેંક'

PC: gaonconnection.com

દેશમાં પશુઓને શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત ખોરાક આપવા માટે મોદી સરકાર 'ચારા બેંક' બનાવવા જઈ રહી છે. ગાય, ભેંસ, બકરી, ખચ્ચર, ગધેડો, ઊંટ અને ઘોડા જેવા અનેક પ્રાણીઓની વસ્તી પ્રમાણે ચારા બેંક બનાવવામાં આવશે. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તેની મંજૂરી મળી હતી. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પુરૂષોત્ત રૂપાલાએ બુધવારે જણાવ્યું હતું કે PM નરેન્દ્ર મોદીએ પશુધનની વસ્તીની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દેશની ચાર દિશામાં ચારા બેંકો બનાવવાનું કહ્યું હતું. આગામી દિવસોમાં દેશમાં શ્વેતક્રાંતિ લાવવા માટે ચારા બેંકો બનાવવામાં આવશે.

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ બુધવારે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત ચારા સેમિનારમાં આ માહિતી આપી હતી. રૂપાલાએ કહ્યું કે, PM નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, દેશમાં લોજિસ્ટિક સુવિધાઓની સાથે દેશમાં ચારા બેંકોનો વૈજ્ઞાનિક રીતે વિકાસ થવો જોઈએ. આવી સ્થિતિમાં, પશુધનને લગતી નવી નીતિ ટૂંક સમયમાં લાવવામાં આવશે.

અહીં તમને જણાવી દઈએ કે મોદી સરકાર આગામી દિવસોમાં પશુધનને ખેડૂતો માટે આવકનું સાધન બનાવવા જઈ રહી છે. આ માટે આપણે પશુઓ માટેના ઘાસચારા વિશે પણ વિચારવું જોઈએ અને તેમને ગુણવત્તાયુક્ત ચારો આપવો જોઈએ. તેમાં ખાનગી ભાગીદારીની સાથે વિદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જરૂર છે. તેથી દેશમાં ચાર ચારા બેંકો સ્થાપવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી સચિવ અલકા ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, 'શ્વેત ક્રાંતિ દ્વારા ભારતને વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બનાવવા અને માથાદીઠ દૂધની ઉપલબ્ધતા વધારવા માટે પ્રાણીઓને પૌષ્ટિક ચારો આપવાની જરૂર છે. દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ટોચ પર હોવા છતાં, પશુ દીઠ ઉત્પાદકતા સમાન નથી અને પશુ પોષણ એ એક મહત્વપૂર્ણ પરિબળ છે. વિભાગ જાતિ સુધારણા કાર્યક્રમો અને સ્થાનિક અને સ્વદેશી જાતિઓના સંરક્ષણ અને બ્રીડર ફાર્મ્સ, ન્યુક્લિયસ ફાર્મ્સ, IVF અને સેક્સ સોર્ટેડ વીર્ય ટેકનોલોજીના ઝડપી વિસ્તરણને પ્રોત્સાહિત કરીને જાતિ સુધારણા તરફ કામ કરી રહ્યું છે.'

એકંદરે આગામી દિવસોમાં પશુઓમાં થતા રોગોને પહોંચી વળવા માટે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે રસીકરણ જેવા વિવિધ પગલાં શરૂ કરવામાં આવ્યા છે. મોદી સરકારે દેશમાં ઘાસચારાની ખેતી વધારીને ઘાસચારાની ઉપલબ્ધતા અને ઉત્પાદન વધારવાની પહેલ પણ શરૂ કરી છે. ઘાસચારામાં થતી અછતની સમસ્યાને હલ કરવા માટે સરકાર 'રાષ્ટ્રીય પશુધન મિશન' નામની એક યોજના શરૂ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp