સરકારની એક કંપનીને નવરત્નનો દરજ્જો મળ્યો અને શેરનો ભાવ રોકેટગતિએ ઉછળી ગયો

PC: mazagondock.in

યુદ્ધ જહાજો અને સબમરીન બનાવતી જાહેર ક્ષેત્રની કંપની મઝગાંવ ડોક શિબ બિલ્ડર્સને મંગળવારે નવરત્નનો દરજ્જો મળ્યો અને બુધવારે કંપનીના શેરનો ભાવ રોકેટગતિએ ઉછળી ગયો હતો. મઝગાંવ ડોક નવરત્નનો દરજ્જો મેળવનારી 18મી કંપની બની છે.

દેશની જાહેર ક્ષેત્રની કંપનીઓમાં એન્જીનિયર્સ ઇન્ડિયા, કોનકોર, ભારત ઇલેકટ્રોનિકસ, હિંદુસ્તાન એરોનોટિક્સ, નાલ્કો, એનએમડીસી, ઓઇલ ઇન્ડિયા જેવી 17 કંપનીઓને નવરત્નનો દરજ્જો મળી ચૂક્યો છે.

શેરનો ભાવ બુધવારે 181 રૂપિયા વધીને 4158 થયો હતો. એક વર્ષમાં મઝગાંવ ડોકના શેરે 232 ટકાનું રિટર્ન આપ્યું છે. 26 જાન્યુઆરી 2023ના દિવસે શેરનો ભાવ 1257 રૂપિયા હતો. નવરત્નનો દરજ્જો મળવાને કારણે હવે કંપનીએ 1000 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ માટે સરકારની મંજૂરી લેવાની જરૂર નહીં પડે. ઉપરાંત કંપની જોઇન્ટ વેન્ચર કે વિદેશમા સબસીડીયરી બનાવવા માટે પણ સ્વતંત્ર હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp