ભારતની આ બેંકમાં હિસ્સો ખરીદી શકે છે જાપાની બેંક! 5 બિલિયન ડૉલરમાં થઈ શકે છે ડીલ
ખાનગી ક્ષેત્રની બેંક યસ બેંકની ખરીદીને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. ખરીદદારોની યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે. જાપાનની મોટી બેંકોએ યસ બેંક ખરીદવામાં રસ દાખવ્યો છે. જાપાનીઝ બેંક સુમિતોમો મિત્સુઈ બેંકિંગ કોર્પોરેશન એટલે કે SMBCના ગ્લોબલ CEO અકીહિરો ફુકુતોમે આ સોદા માટે આ અઠવાડિયે ભારત આવી શકે છે. અકીહિરો ફુકુતોમે ગયા વર્ષે સુમિતોમો મિત્સુઇ બેન્કિંગ કોર્પોરેશનના ગ્લોબલ CEO તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
મીડિયા સૂત્રોના રિપોર્ટ અનુસાર, SMBCના CEO યસ બેંક સાથે ડીલ માટે ભારત આવવાના છે. તે યસ બેંકમાં હિસ્સો ખરીદવા માટે આગામી રાઉન્ડની વાતચીતમાં ભાગ લેશે અને RBI અને SBIના અધિકારીઓને મળશે. અહીં તમને જણાવી દઈએ કે યસ બેંકમાં SBIની 23.99 ટકા ભાગીદારી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, જાપાની બેંક યસ બેંકમાં 51 ટકા હિસ્સો ખરીદવા માટે 5 બિલિયન ડૉલરની બોલી લગાવી રહી છે. આ માટે યસ બેંકની વિગતો માંગવામાં આવી છે.
વર્ષ 2020માં, SBIએ યસ બેંકને નાણાકીય નુકસાનથી બચાવવા માટે તેનો 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો. જે પછી તેણે અમુક હિસ્સો વેચ્યો અને હવે SBI પાસે યસ બેન્કનો 23.99 ટકા હિસ્સો છે. જુલાઈમાં, ભારતીય રિઝર્વ બેંકે યસ બેંકમાં 51 ટકા હિસ્સો વેચવાની મંજૂરી આપી હતી. યસ બેંકના માર્કેટ કેપ વિશે વાત કરીએ તો, 12 જુલાઈના રોજ બજાર બંધ થતાં સુધીમાં તે 9.1 બિલિયન ડૉલર (રૂ. 76,531 કરોડ) સુધી પહોંચી ગયું છે. SBMCએ હિસ્સો વેચાણ યોજના માટે નાણાકીય સલાહકાર તરીકે JP મોર્ગન અને કાનૂની સલાહકાર તરીકે J સાગર એસોસિએટ્સની નિમણૂક કરી છે. આ લોકોએ SMBCને રિઝર્વ બેંક અને SBI સાથે સીધી ચર્ચા કરવાનું પણ સૂચન કર્યું છે. જાપાનની મિઝુહો બેંક અને UAEની NBD પણ યસ બેંકને ખરીદવાની રેસમાં છે. મિઝુહો બેંક 20 થી 24 ટકા હિસ્સો ખરીદવા માંગે છે. SBI ઉપરાંત HDFC બેંક, ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક અને LIC પણ યસ બેંકમાં મોટા શેરધારકો છે.
યસ બેંકમાં હિસ્સો વેચવાના સમાચાર પછી તેના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મંગળવારે બજાર ખુલ્યું ત્યારથી યસ બેન્કના શેર લીલા રંગમાં વધી રહ્યા છે. સેન્સેક્સમાં ઘટાડો થયો હોવા છતાં, આ લખાય છે ત્યાં સુધી, યસ બેન્કના શેર +0.53 ટકા વધીને રૂ. 24.54 પર પહોંચ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp