માઇક્રોસોફ્ટની સાથે સંકળાયેલી આ કંપનીને એક ઝાટકે 73,000 કરોડનું નુકશાન

PC: economymiddleeast.com

માઇક્રોસોફ્ટનું સર્વર ડાઉન થવાને કારણે શુક્રવારે આખી દુનિયામાં હડકંપ મચી ગયો હતો. માઇક્રો સોફેટ સાથે સંકળાયેલી અમેરિકી સાઇબર સિક્યોરીટી કંપની ક્રાઉડ સ્ટ્રાઇકને એક ઝાટકે 73,000 કરોડ રૂપિયાનું નુકશાન થઇ ગયું હોવાનું સામે આવ્યું છે.

વાત એમ છે કે શુક્રવારે ક્રાઇડ સ્ટ્રાઇક એક અપડેટ કરી રહ્યું હતું ત્યારે માઇક્રોસોફટનું સર્વર ડાઉન થઇ ગયું હતું, જાણે આખી દુનિયા એક દિવસ માટે થંભી ગઇ હતી. આ સમાચારને કારણે શેરબજારમાં ક્રાઉડ સ્ટ્રાઇકના શેરોમાં મોટા ગાબડાં પડ્યા હતા. કંપનીનો શેર 11 ટકા જેટલો તુટી ગયો હતો.

ક્રાઉડ સ્ટ્રાઇકનું માર્કેટ કેપ 83 બિલિયન ડોલર હતું, જેમાં 8.8 અબજ ડોલરનું ધોવાણ થઇ ગયું હતું. ક્રાઉડ સ્ટ્રાઇકના દુનિયાભરમાં 30,000 ગ્રાહકો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp