અદાણી ગ્રુપમાં રોકાણ કરી 7 મહિનામાં આ વ્યક્તિ કમાયા 40,000 કરોડ

PC: zeebiz.com

અદાણી ગ્રૂપ પર હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ 24 જાન્યુઆરી 2023ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો, જેના પછી અદાણીની કંપનીઓને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. એટલું જ નહીં, ગૌતમ અદાણીની સંપત્તિ અને તેમની કંપનીઓના શેર ખરીદનારાઓ દ્વારા રોકાણ કરાયેલી રકમમાં પણ ઝડપથી ઘટાડો થયો. જો કે, આ ઘટનાના થોડા મહિના પછી જ અદાણી ગ્રૂપના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જેના કારણે રાજીવ જૈનના GQG પાર્ટનર્સે તેમાં મોટું રોકાણ કર્યું હતું.

અદાણી ગ્રુપ પર હિંડનબર્ગના હુમલા પછી GQG પાર્ટનર્સ તેનું પ્રથમ રોકાણકાર હતું. GQGએ 2 માર્ચ, 2023ના રોજ અદાણીના શેરમાં રોકાણ કરવાનું શરૂ કર્યું અને અદાણી ગ્રૂપના ચાર શેરમાં રૂ.15,446.35 કરોડના શેરો ખરીદ્યા. અદાણીના શેરના ભાવમાં વધારો થયા પછી GQG પાસે હવે રૂ.40 હજાર કરોડથી વધુના શેર છે.

રાજીવ જૈન GQG પાર્ટનર્સે અદાણી ગ્રુપની છ કંપનીઓના શેરમાં રોકાણ કર્યું છે. GQG અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ, અદાણી પાવર અને અંબુજા સિમેન્ટના શેર ધરાવે છે. રાજીવ જૈને માર્ચમાં આ કંપનીઓમાં રોકાણ કર્યું હતું, જે હવે ઘણા વધી ચુક્યા છે.

GQG પાર્ટનર્સ પાસે અદાણી ગ્રીન એનર્જીમાં રૂ. 9,375.90 કરોડના શેર, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડમાં રૂ. 9,367.99 કરોડના શેર, અદાણી પાવરમાં રૂ. 8,352.08 કરોડ અને અદાણી પોર્ટમાં રૂ. 8,259 કરોડના શેર છે. અદાણીના આ શેરની કિંમતમાં વધારા પછી GQG પાર્ટનર્સનું રોકાણ રૂ. 15,446.35 કરોડથી વધીને રૂ. 40,470 કરોડ થયું છે.

રાજીવ જૈને કહ્યું કે, અદાણી ગ્રૂપની કંપનીઓમાં રોકાણ કરવાનું કારણ એ છે કે, તેમાં વધુ બિઝનેસની શક્યતાઓ છે. તેમણે કહ્યું કે, અમને લાગે છે કે આ કંપનીના એસેટ એલોકેશનના નિર્ણયો નોંધપાત્ર રીતે સારા રહ્યા છે. કોવિડ 19 દરમિયાન મુંબઈ એરપોર્ટ અથવા અન્ય કોઈ એરપોર્ટ ખરીદીને, જ્યારે સંકટની વધુ શક્યતાઓ હતી, ત્યારે પણ અદાણી જૂથે આ સમયગાળા દરમિયાન પૈસા કમાયા હતા. આવી સ્થિતિમાં, આ કંપનીમાં વધુ નફાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp