રતન ટાટાની એક સલાહે આ યુવાનની જિંદગી બદલી નાંખી

PC: news18.com

રતન ટાટાની એક સલાહે એક યુવાનની આખી જિંદગી બદલી નાંખી હતી. આજે આ યુવાન જવેલરીના બિઝનેસમાં મોટા પ્લેયર તરીકે જાણીતો બન્યો છે અને તેની કંપની કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે.

બ્લુ સ્ટોન જ્વેલરીના સ્થાપક અને CEO ગૌરવ કુશવાહની કંપનીમાં રતન ટાટા અને જેરોધા જેવી કંપનીએ રોકાણ કરેલું છે. ગૌરવ કુશવાહે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જ્યારે હું મુંબઇમાં પહેલી વખત રતન ટાટાને મળવા ગયો હતો ત્યારે તેમણે મારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તો મંજૂરી આપી જ હતી, પરંતુ તે વખતે તેમણે મને સોનેરી સલાહ પણ આપી હતી કે ગ્રાહકો માટે વેલ્યૂ ક્રિટ કરવાની, શ્રેષ્ઠ પ્રોડક્ટ બનાવવાની અને ઉત્તમ સર્વિસ આપવાની તો બિઝનેસમાં સફળ થઇ શકાય. હું તેમની સલાહ પર ચાલ્યો અને આજે મારા દેશમાં 180 સેલ્સ કાઉન્ટર છે અને 8,000 જેટલી ડિઝાઇનો છે. કંપનીનું વેલ્યુએશન 3650 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp