ખાનગી કર્મચારીને મળે છે 1000 પેન્શન, માંગ છે 9000ની, સરકાર કેમ પુરી કરશે આ માંગ?
સરકારી કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) તૈયાર કરવામાં વ્યસ્ત પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓએ પણ સરકાર પાસે મોટી માંગ કરી છે. તેમનું કહેવું છે કે અમને પણ નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શન મળવું જોઈએ. હાલમાં, ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) હેઠળ આવરી લેવામાં આવ્યા છે અને તેઓએ સરકારને તેમના માસિક પેન્શનમાં વધારો કરવાની અપીલ કરી છે. એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ (EPS) હેઠળ ખાનગી કર્મચારીઓ માટે લઘુત્તમ પેન્શન નક્કી કરવામાં આવ્યું છે.
ચેન્નાઈ EPF પેન્શનર્સ વેલ્ફેર એસોસિએશને તાજેતરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખીને લઘુત્તમ પેન્શનમાં વધારો કરવાની માંગ કરી છે. સંગઠને કહ્યું છે કે, ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પણ ન્યૂનતમ 9,000 રૂપિયા પેન્શન મળવું જોઈએ. દેશભરમાં લગભગ 75 લાખ કર્મચારીઓ EPS હેઠળ આવરી લેવામાં આવ્યા છે. સંગઠનનું કહેવું છે કે, તાજેતરમાં જાહેર કરાયેલી UPS પેન્શન યોજનાનો લાભ 23 લાખ કેન્દ્રીય કર્મચારીઓને મળશે, પરંતુ સરકારે EPS 1995 હેઠળ આવરી લેવામાં આવેલા ખાનગી કર્મચારીઓ વિશે પણ વિચારવું જોઈએ.
ચેન્નાઈ EPF પેન્શનર્સ વેલ્ફેર એસોસિએશને માંગ કરી છે કે પેન્શન મુદ્દે PM નરેન્દ્ર મોદી સાથે વાતચીત થવી જોઈએ. અહીં તમને જણાવી દઈએ કે, અગાઉ જુલાઈમાં EPS-95ની રાષ્ટ્રીય આંદોલન સમિતિએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને લઘુત્તમ પેન્શન વધારીને 7,500 રૂપિયા કરવાની માંગ કરી હતી. મહારાષ્ટ્રના આ સંગઠન હેઠળ લગભગ 78 લાખ નિવૃત્ત પેન્શનરો આવે છે, જ્યારે આ સંગઠન દેશના ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરતા 7.5 કરોડ કર્મચારીઓનું નેતૃત્વ કરે છે.
EPS 1995 હેઠળ, કેન્દ્ર સરકારે વર્ષ 2014માં લઘુત્તમ પેન્શન રૂ. 1,000 નક્કી કર્યું હતું. જો કે, શ્રમ મંત્રાલયે ગયા વર્ષે નાણાં મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલીને આ પેન્શનને બમણું એટલે કે લઘુત્તમ રૂ. 2,000 કરવાની માગણી કરી હતી. હાલમાં નાણા મંત્રાલયે આ પ્રસ્તાવને સ્વીકાર્યો નથી.
EPS હેઠળ પેન્શન નક્કી કરવા માટેનું વર્તમાન સૂત્ર એ તમારો મૂળભૂત પગારને સેવાના સમયગાળા દ્વારા ગુણાકાર કરવામાં આવે છે અને જે પરિણામ મળે તેને 70 વડે ભાગવામાં આવે છે. ધારો કે કર્મચારીનો મૂળ પગાર 50 હજાર રૂપિયા છે અને તેણે 30 વર્ષ કામ કર્યું છે. આ રીતે પરિણામ 15 લાખ આવશે અને તેને 70 વડે ભાગતા 21,428 થશે અને આ તે કર્મચારીનું પેન્શન હશે.
જેમ કે તમે જાણો છો, ખાનગી ક્ષેત્રના કર્મચારીઓએ દર મહિને તેમના મૂળ પગારના 12 ટકા EPFમાં જમા કરાવવાના હોય છે. તમારા એમ્પ્લોયર પણ એ જ રકમ એટલે કે 12 ટકા ફાળો આપે છે. પરંતુ, એમ્પ્લોયર દ્વારા ફાળો આપેલી 12 ટકા રકમમાંથી, 8.33 ટકા પેન્શન ફંડના EPSમાં જાય છે જ્યારે બાકીની 3.67 ટકા રકમ કર્મચારીના PF ખાતામાં જમા થાય છે. 12 ટકા PF કાપવાનો નિયમ હાલમાં ન્યૂનતમ 15 હજાર રૂપિયાના પગારથી શરૂ થાય છે, જ્યારે શ્રમ મંત્રાલયે તેને વધારીને 21 હજાર રૂપિયા કરવાનો પ્રસ્તાવ પણ આપ્યો છે. જો આમ થશે તો ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને વધુ લાભ મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp