હેલ્થ ઈન્શ્યોરન્સઃ તમામ હોસ્પિટલોમાં આપવી પડશે કેશલેસ સારવાર
આરોગ્ય વીમા પોલિસી ખરીદનારાઓ માટે એક ક્રાંતિકારી નિર્ણય આવ્યો છે. તેમને હવે દેશની કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ સારવાર કરાવવાની સુવિધા મળશે. પછી ભલે તે હોસ્પિટલ વીમા કંપનીની યાદીમાં હોય કે ન હોય. જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલ (GIC)એ પોલિસી ધારકોના હિતમાં આ નિર્ણય લીધો છે. કાઉન્સિલે જનરલ અને હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ સાથે વાતચીત કર્યા પછી 'કેશલેસ એવરીવ્હેર' પહેલ શરૂ કરી છે. જેમાં દેશની કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ સારવારની સુવિધા આપવા પર સહમતિ દર્શાવવામાં આવી છે.
હાલમાં, હેલ્થ પોલિસી ખરીદનારા ગ્રાહકો માત્ર તે હોસ્પિટલમાં જ કેશલેસ સારવારની સુવિધા મેળવી શકે છે, જે વીમા કંપનીના નેટવર્કમાં સામેલ છે. જો કોઈ હોસ્પિટલ કંપનીના નેટવર્કમાં સામેલ ન હોય, તો ત્યાં સારવાર માટે, પોલિસીધારકે સમગ્ર રકમ પોતે ચૂકવવી પડશે અને ત્યાર પછી તેણે વીમા કંપની પાસેથી વળતર મેળવવું પડશે. આમાં મુશ્કેલી એ છે કે, જો વ્યક્તિ પાસે સારવાર માટે પૈસા ન હોય તો તે વીમાનો લાભ મેળવી શકશે નહીં.
'કેશલેસ એવરીવ્હેર' પહેલ હેઠળ, વીમાધારક એવી હોસ્પિટલમાં પણ કેશલેસ સારવાર મેળવી શકશે જે કંપનીના નેટવર્કમાં સામેલ નથી. તમારી વીમા કંપની હોસ્પિટલમાં કરવામાં આવતી સારવાર માટે ચૂકવણી કરવા માટે બંધાયેલી રહેશે, પછી ભલે તે હોસ્પિટલ તેના નેટવર્કમાં હોય કે ન હોય.
વીમાધારક વ્યક્તિઓએ આ 3 બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ: જો તેમને એવી હોસ્પિટલમાં સારવાર લેવી હોય જે કંપનીના નેટવર્કમાં નથી, તો તેમણે તેમની વીમા કંપનીને 48 કલાક અગાઉ જાણ કરવી પડશે. જો કોઈને ઈમરજન્સીમાં સારવાર લેવી હોય તો, આવી સ્થિતિમાં, તેઓએ હોસ્પિટલમાં દાખલ થયાના 48 કલાકની અંદર તમારી વીમા કંપનીને જાણ કરવી પડશે, કેશલેસ સારવારની સુવિધા કંપની દ્વારા આપવામાં આવેલી પોલિસીમાં ઉલ્લેખિત નિયમો અનુસાર હશે. નવા નિયમની તેના પર કોઈ અસર નહીં થાય.
15 થી વધુ બેડની સુવિધા ધરાવતી અને રાજ્ય આરોગ્ય સત્તામંડળમાં નોંધાયેલ હોય તેવી હોસ્પિટલોમાં કેશલેસ સારવારની સુવિધા મેળવી શકાય છે. જે હોસ્પિટલો નેટવર્કમાં સમાવિષ્ટ નથી, ત્યાં સારવારનો ખર્ચ વીમા કંપનીઓ દ્વારા પ્રાપ્ત દરના આધારે નક્કી કરવામાં આવશે, જેની સાથે તેઓનું નેટવર્ક છે. આ સાથે, અમે ગ્રાહક પાસેથી મનસ્વી પૈસા વસૂલવામાં સમર્થ નહીં રહીશું.
કેશલેસ સારવારની સુવિધા મળવાથી વીમા કંપની અને પોલિસીધારક બંનેને ફાયદો થશે. હાલમાં, જો કોઈ ગ્રાહક નોન-નેટવર્ક હોસ્પિટલમાં સારવાર લે છે, તો તેણે દાવો કરવા માટે ઘણા દસ્તાવેજો એકત્રિત કરવા પડે છે. ઉપરાંત, વ્યક્તિએ વીમા કંપનીઓના તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ પણ આપવાના હોય છે. કેશલેસ સારવાર થશે તો આ સમસ્યાનો અંત આવશે. બીજી તરફ, વીમા કંપનીઓને પણ ફાયદો થશે, કારણ કે નકલી બિલ દ્વારા દાવા કરવા જેવી ઘટનાઓ અટકાવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp