36 પૈસાનો શેર 2680 રૂપિયાનો થયો, 1 લાખના 65 કરોડ

PC: khabarchhe.com

શેર બજાર એક ખૂબ જ ઉથલ પાથલ વાળુ ક્ષેત્ર છે. અહીં શેરોના ખરીદ વેચાણ વચ્ચે કોઇ સ્ટોક રોકાણકારોને કંગાળ બનાવી દે છે તો કોઇ સ્ટોક માલામાલ બનાવી દે છે તે કહી શકાતુ નથી. તેનું એક તાજુ ઉદાહરણ છે જ્યોતી રેઝીન્સ અને એધેસિવ લિ. કંપનીના શેર. 36 પૈસાના આ એક સ્ટોકે લોકોને કરોડપતિ બનાવી દીધા છે.

આ કંપનીના શેરની કિંમત 2004માં લગભગ 36 પૈસા જ હતી. પણ 10 ઓગસ્ટ 2022ના રોડ આ કંપનીના શેરનો ભાવ 2680 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. આ સામાન્ય કિંમતના સ્ટોકે પોતાના રોકાણકારોને 6,64,898 ટકા રિટર્ન આપ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો જો કોઇ રોકાણકારે આ કંપનીના શેરોમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યો હોત તો, આજની તારીખમાં તેની કિંમત લગભગ 65 કરોડ રૂપિયા હોત.

જો BSEમાં જ્યોતી રેઝીન્સ અને એધેસીવ લિ.ના શેરના ભાવના હિસ્ટોરિકલ ડેટાને જોઇએ તો એપ્રિલ 2004માં આ કંપનીના શેરના ભાવ 36 પૈસા હતા. તેના 10 વર્ષ બાદ પણ સ્ટોકની કિંમતમાં કોઇ મોટો વધારો નહોતો આવ્યો અને એપ્રિલ 2014માં તેનો ભાવ ઉછળીને 7.83 રૂપિયા પર પહોંચ્યો હતો. જોકે, તેના પછીના વર્ષથી જ આ સ્ટોકમાં તેજી આવવાની શરૂ થઇ અને એ તેજી હજુ પણ ચાલુ જ છે.

એપ્રિલ 2015માં કંપનીના શેરની કિંમત દસ રૂપિયાને પાર કરી ગઇ હતી ને એક શેરની કિંમત 13.40 રૂપિયા થઇ ગઇ હતી. એક વર્ષમાં જ 100 ટકાનો ઉછાળો આવ્યો અને તે 103 રૂપિયા પર પહોંચી ગયો. ત્યાર બાદ ઘણી વખત તેજી પર બ્રેક લાગી, પણ સ્ટોકમાં સ્ટેબીલીટ આવતી ગઇ અને આજની તારીખે એટલે કે 10 ઓગસ્ટ, 2022ના રોજ આ શેર 2680 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

સૌથી ખાસ વાત એ છે કે, કોરોના સંકટમાં આ સ્ટોકે પોતાના રોકાણકારોને સારી કમાણી કરાવી આપી. મે 2020માં આ શેરનો ભાવ 111.80 રૂપિયા હતો, જે એક વર્ષ બાદ 2313.70 રૂપિયા પર પહોંચી ગયો હતો. વિતેલા એક વર્ષમાં જ આ સ્ટોકે રોકાણકારોને 200 ટકાથી વધારેનું રિટર્ન આપ્યું છે. આ કંપની એધેસિવ સેગમેન્ટમાં એક સારી કંપની છે અને તે આ સેગમેન્ટમાં સારું માર્કેટ કેપ ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp