રાધાકિશન દામાણીના પોર્ટફોલિયોમાં એક શેરે વર્ષમાં 123 ટકા રિટર્ન આપ્યું
દિવગંત રાકેશ ઝુનઝુનવાલા જેમને પોતાના ગુર માનતા હતા અને ડી- માર્ટના માલિક રાધાકિશન દામાણીના પોર્ટોફોલિયોના એક શેરે તમને મલ્ટીબેગર કમાણી કરાવી આપી છે. રાધાકિશન દામાણીના પોર્ટફોલિયોમાં આમ તો અનેક શેર છે, પરંતુ ટાટા ગ્રુપની કંપની ટ્રેન્ટનો શેર પણ તેમના પોર્ટફોલિયોમાં છે. દામાણીની ટ્રેન્ટમાં 1.5 ટકા હિસ્સેદારી છે.
ટ્રેન્ટના શેરનો ભાવ 1 જાન્યુઆરી 2023ના દિવસે 1358 રૂપિયા હતો જે 29 ડિસેમ્બરે જ્યારે બજાર બંધ રહ્યું ત્યારે ભાવ 3050 પર બંધ રહ્યો હતો.
જો કે દામાણીના પોર્ટફોલિયોના બ્લુડાર્ટ અને મંગલમ ઓર્ગેનિકે નેગેટીવ રિટર્ન આપ્યું છે.
આ સિવાય દામાણી પાસે 3 એમ ઇન્ડિયા, બીએફ યુટીલીઝ, ઇન્ડિયા સિમેન્ટ, એપટેક, યુનાઇટેડ બ્રુવરીઝ જેવા શેરો પણ છે.
મલ્ટીબેગર શબ્દનો સૌથી પહેલીવાર પ્રયોગ અમેરિકાના જાણીતા ઇન્વેસ્ટર પીટર લીંચ દ્રારા તેમના પુસ્તક ‘વન અપ ઓન વોલસ્ટ્રીટ’માં કરવામાં આવ્યો હતો. મલ્ટીબેગરનો અર્થ થાય છે જે શેર તમને સૌથી સારું રિટર્ન આપે. એક મહિના, બે મહિના કે વર્ષમાં તમે ખરીદેલા શેરનો ભાવ 2 ગણો, 4 ગણો કે 10 ગણો થઇ જાય તેને મલ્ટીબેગર કહેવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp