સરકારના એક નિવેદનથી ડિફેન્સ શેરોમાં તોફાની તેજી... આ શેર 20 ટકા સુધી વધ્યા!
આજે સંરક્ષણ ક્ષેત્રે શેરબજારમાં જબરદસ્ત વૃદ્ધિ દર્શાવી છે. ડિફેન્સ શેર્સે આજે ઈન્ટ્રા-ડે દરમિયાન આકર્ષક વળતર આપ્યું છે. આ શેરોમાં 20 ટકા સુધીનો વધારો નોંધાયો છે. આજે ડિફેન્સ શેરોમાં અદભૂત ઉછાળાનું એક ખાસ કારણ છે. હકીકતમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ક્ષેત્રને લઈને એક ખાસ જાહેરાત કરી છે, જેના કારણે આ શેરોમાં તેજી જોવા મળી રહી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં મોદી સરકારે સંરક્ષણ ક્ષેત્રે યુદ્ધના ધોરણે કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ સરકારનું આ ક્ષેત્ર પર મજબૂત ધ્યાન છે. દરમિયાન, મોદી 3.0 સરકારમાં સંરક્ષણ પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળનારા રાજનાથ સિંહે જાહેરાત કરી છે કે, સરકાર આગામી પાંચ વર્ષમાં સંરક્ષણ ક્ષેત્રની નિકાસને 50,000 કરોડ રૂપિયા સુધી વધારવાનું લક્ષ્ય ધરાવે છે.
ભારતમાંથી સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ અંગે રાજનાથ સિંહની જાહેરાત પછી રોકાણકારોએ સંરક્ષણ ક્ષેત્રના શેરોમાં ભારે ખરીદી કરી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 'PM નરેન્દ્ર મોદીએ મને ફરીથી સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપી છે. અમારી પ્રાથમિકતા દેશની સુરક્ષા હશે. અમે એક મજબૂત અને 'આત્મનિર્ભર' ભારતનો વિકાસ કરવા માંગીએ છીએ. અમે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ પર આત્મનિર્ભર બનવા માંગીએ છીએ. અમે 21,000 કરોડ રૂપિયાથી વધુના સંરક્ષણ સાધનોની નિકાસ કરી છે. અમારું લક્ષ્ય આગામી પાંચ વર્ષમાં આ આંકડાને રૂ. 50,000 કરોડ સુધી લઈ જવાનો છે. અમને અમારી ત્રણ સશસ્ત્ર દળો, ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેના પર ગર્વ છે.'
સૌથી મોટો ઉછાળો PTC ઈન્ડસ્ટ્રીઝના શેરમાં આવ્યો છે, જેના શેર આજે 20 ટકા વધીને રૂ. 14,930ની વિક્રમી ટોચે પહોંચી ગયા છે. પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીનો શેર 18 ટકા વધીને રૂ. 1,141 થયો હતો. BEML શેર 13 ટકા વધીને રૂ. 4,516.95 પ્રતિ શેર પર પહોંચી ગયો છે. ભારત ઈલેક્ટ્રોનિક્સનો શેર 3 ટકાથી વધુ વધીને રૂ. 310 થયો હતો. MTAR ટેક્નોલોજીસનો સ્ટોક લગભગ 4 ટકા વધીને રૂ. 1,897 થયો હતો. આ સિવાય આઇડિયાફોર્જ ટેક્નોલોજી, ઝેન ટેક્નોલોજીસ અને એસ્ટ્રા માઇક્રોવેવ પ્રોડક્ટ્સના શેરમાં 8 ટકા સુધીનો વધારો થયો છે. જ્યારે, કોચીન શિપયાર્ડનો શેર લગભગ 6 ટકા વધીને રૂ. 2,175ની 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. મઝગાંવ ડોક શિપબિલ્ડર્સના શેરમાં 17 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો, જે રૂ. 3,990ની વિક્રમી ઊંચી સપાટીએ હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત હવે 85થી વધુ દેશોમાં નિકાસ કરે છે. તાજેતરમાં, મિત્ર દેશો પાસેથી પણ પરવાનગી મળી છે, જેણે ભારતીય સંરક્ષણ કંપનીઓ માટે વિશેષ તકો ઊભી કરી છે. જાપાની બ્રોકરેજ ફર્મ નોમુરાએ કહ્યું હતું કે, ભારતનું સંરક્ષણ ક્ષેત્ર નાણાકીય વર્ષ 24-32 દરમિયાન 138 બિલિયન ડૉલર સુધીની ઓર્ડરિંગ તકો પેદા કરશે. નાણાકીય વર્ષ 2030 સુધીમાં મૂડીખર્ચ માટેના કુલ બજેટમાં 37 ટકાનો વધારો થવાની ધારણા છે. અહીં તમને જણાવી દઈએ કે, નાણાકીય વર્ષ 2024-25ના વચગાળાના બજેટમાં સંરક્ષણ મંત્રાલયને કુલ 74.8 અબજ ડૉલર (રૂ. 6.21 લાખ કરોડ) ફાળવવામાં આવ્યા હતા.
નોંધ: કોઈપણ શેરમાં તમારા નાણાંનું રોકાણ કરતા પહેલા, કૃપા કરીને તમે તમારા બજાર નિષ્ણાતની સલાહ અવશ્ય લો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp