ગૌતમ અદાણીની 775 કરોડની ડીલ, આ કંપનીમાં ખરીદી નાખી સંપૂર્ણ હિસ્સેદારી

PC: reuters.com

વર્ષ 2023ની શરૂઆત ભારતીય અબજપતિ ગૌતમ અદાણી માટે શાનદાર રહી છે. એક તરફ જ્યાં દુનિયાના ટોપ અબજપતિઓની લિસ્ટમાં તેમનું કદ વધતું જઇ રહ્યું છે, તો તેઓ સતત પોતાના બિઝનેસના વિસ્તાર પર ફોકસ કરતા નવી ડીલ કરી રહ્યા છે. આ ક્રમમાં તેમણે વર્ષ 2024ની પહેલી મોટી ખરીદી કરી છે. અદાણી ગ્રુપની સિમેન્ટ સેક્ટરમાં દિગ્ગજ કંપની ACC લિમિટેડે ACCPL નામની કંપનીનું સંપૂર્ણ અધિગ્રહણ કર્યું છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ મુજબ, સોમવારે 8 જાન્યુઆરીના રોજ અદાણી ગ્રુપની કંપની ACC લિમિટેડે એશિયન કોન્ક્રિટ એન્ડ સિમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (ACCPL)નું અધિગ્રહણ પૂરું કરી લીધું છે. સોમેન્ટ સેક્ટરમાં અદાણી ગ્રુપનો દબદબો વધારનારી આ ડીલ કુલ 775 કરોડ રૂપિયામાં પૂરી થઈ છે. નવા વર્ષમાં અદાણી ગ્રુપની આ પહેલી મોટી ડીલની અસર કંપનીના શેરો પર નજરે પડી શકે છે. અત્યાર સુધી ACC લિમિટેડના શેર 2350 પર ટ્રેડ કરી રહ્યા છે.

ACC લિમિટેડ અદાણી ગ્રુપની સિમેન્ટ ફર્મ અંબુજા સિમેન્ટની સબ્સિડિયરી કંપની છે અને તેની પાસે પહેલા જ એશિયન કોન્ક્રિટ એન્ડ સિમેન્ટમાં 45 ટકા હિસ્સેદારી હતી. તો હવે કંપનીએ તેના હાલના પ્રમોટર્સ પાસેથી બાકી 55 ટકાની હિસ્સેદારીનું પણ અધિગ્રહણ કરી લીધું છે અને ત્યારબાદ હવે ACCPLનો સંપૂર્ણ માલિકી હક્ક ACC પાસે આવી ગયો છે. આ 55 ટકા હિસ્સેદારીનું અધિગ્રહણની કોસ્ટની વાત કરીએ તો 425.96 કરોડ રૂપિયા છે.

શેર બજારોને આપેલી જાણકારીમાં કંપની તરફથી આ ડીલની જાણકારી આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે તેને ઇન્ટરનલ સોર્સિસ પાસેથી ફંડ કરવામાં આવ્યું છે. ACCPL બાબતે વાત કરીએ તો આ કંપનીની હિમાચલ પ્રદેશના નાલાગઢમાં 1.3 MTPA સિમેન્ટ કેપેસિટી છે. તો તેની સહાયક AFCPLની પંજાબના રાજપુરમાં 1.5 MTPA સિમેન્ટ કેપેસિટી છે. આ અધિગ્રહણ બાદ હવે ACC લિમિટેડની સિમેન્ટ કેપેસિટીને વધારવામાં મદદ મળશે.

એક તરફ જ્યાં ગૌતમ અદાણી પોતાના બિઝનેસને વધારવા માટે નવી ડિલ્સ કરી રહ્યા છે, તો તેમના નેટવાર્થમાં પણ રોજ વધારો જોવા મળી રહ્યો છે. બ્લૂમબર્ગ બિલેનિયર્સના ઇંડેક્સ મુજબ, ગૌતમ અદાણીનું નેટવર્થ 94.5 અબજ ડોલર પહોંચી ગઈ છે અને આ આંકડા સાથે તેઓ દુનિયાના સૌથી અમીર લોકોની લિસ્ટમાં 14માં નંબર પર છે. ખાસ વાત એ છે કે વર્ષ 2024ની શરૂઆતથી અત્યાર સુધી તેમની સંપત્તિમાં જોરદાર વધારો જોવા મળ્યો છે અને તેમણે અન્ય અબજપતિઓને પાછળ છોડતા આ વર્ષે 10.2 અબજ ડોલરની કમાણી કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp