અચાનક ગૌતમ અદાણીએ લીધો એવો નિર્ણય, બધી કંપનીઓના શેરોમાં જોરદાર તેજી

PC: zeebiz.com

વર્ષ 2023માં હિંડનબર્ગના રિપોર્ટ બાદ સંપત્તિનો મોટો હિસ્સો ગુમાવી ચૂકેલા ગૌતમ અદાણી રોકાણકારોનો ભરોસો પરત લાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. એ હેઠળ ગ્રુપ સતત પોતાના લોન ચૂકતી કરી રહ્યું છે. આ ક્રમમાં હવે ગ્રુપની કંપની અદાણી સમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરફથી શુક્રવાર મોટા સમાચાર સામે આવ્યા હતા. કંપનીએ ગયા અઠવાડિયે 200 મિલિયન ડૉલરની લોનની ચૂકવણી સમય પહેલા કરી દીધી છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, ગૌતમ અદાણીના નેતૃત્વવાળી અદાણી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એ મોટી લોન ચૂકવી દેવામાં આવી છે. અદાણી ગ્રુપે હોલ્સિમ લિમિટેડની ઇન્ડિયન યુનિટ્સની ડીલના સમયે એક અબજ ડૉલરની લોન લીધી હતી. ACC લિમિટેડને ખરીદવાની ડીલ પૂરી કરવા માટે વૈશ્વિક બેંકો પાસેથી આ લોન લેવામાં આવી હતી. લોનની આ રકમમાંથી ગૌતમ અદાણીના ગ્રુપે 200 મિલિયન ડૉલર એટલે કે 1635 કરોડ રૂપિયાનું પ્રી-પેમેન્ટ કરી દીધું છે.

સ્વિત્ઝરલેન્ડ બેઝ્ડ હોલ્સિમ લિમિટેડના ભારતીય બિઝનેસ ખરીદવાની ડીલ બાદ અદાણી ગ્રુપે વૈશ્વિક બેંકો પાસેથી જ લોન લીધી હતી તે સપ્ટેમ્બર 2024માં મેચ્યોર થવા હતી. અદાણીની આ બિગ ડીલે ભારતીય સિમેન્ટ સેક્ટરમાં એક ઝટકામાં અદાણી ગ્રુપના બીજો મોટો ખેલાડી બનાવી દીધો. આ સેક્ટરમાં હાલમાં સૌથી મોટો ખેલાડી આદિત્ય બિરલા ગ્રુપનું અલ્ટ્રાટેક સિમેન્ટ છે અને ત્યારબાદ અદાણીની કંપનીઓનું નામ આવે છે. ડીલ બાદ અદાણીએ પોતે આ અધિગ્રહણને ઐતિહાસિક કરાર આપ્યો હતો.

અદાણી ગ્રુપ સતત પોતાના રોકાણકારો વચ્ચે એ ભરોસો પરત લાવવામાં લાગ્યું છે, જે હિંડનબર્ગના રિપોર્ટથી ડગમગી ગયો હતો. અદાણી ગ્રુપ પર સપ્ટેમ્બર 2022માં કુલ લોન 2.26 લાખ કરોડ રૂપિયા હતી. હિંડગબર્ગના રિપોર્ટમાં ઉઠાવવામાં આવેલા 88 સવાલોમાં શેરોમાં હેરાફેરીથી લઈને ગ્રુપ પર ભારે ભરકમ લોન હોવા સંબંધિત ગંભીર આરોપ લગાવ્યા હતા. જો કે, આ રિપોર્ટ પ્રકાશિત થવાના કેટલાક દિવસો બાદ અદાણી ગ્રુપ તરફથી 400 પાનાંના જવાબમાં બધા આરોપોને નિરાધાર બતાવવામાં આવ્યા હતા.

એક તરફ જ્યાં અદાણી ગ્રુપ દ્વારા લોનના પ્રી-પેમેન્ટના સમાચાર આવ્યા, તો બીજી તરફ અઠવાડિયાના અંતિમ કારોબારી દિવસ શુક્રવારે અદાણી ગ્રુપના શેર બજારમાં લિસ્ટેડ બધી કંપનીઓના શેર લીલા નિશાન પર બંધ થયા. આ દરમિયાન અદાણી પાવર અને અદાણી ટ્રાન્સમિશનમાં અપર સર્કિટ લાગ્યા. અદાણી પાવર 5 ટકાના તેજી સાથે 224.85 રૂપિયા પર ક્લોઝ થયા. તો અદાણી ટ્રાન્સમિશન પણ 5 ટકાવી તેજી સાથે 1031.40 રૂપિયા પર બંધ થયો.

એ સિવાય અદાણી એન્ટરપ્રાઈઝીસમાં 3.72 ટકાની તેજી આવી અને તે 1922 રૂપિયા પર પહોંચી ગયા. અદાણી વિલ્મર 2.45 ટકાની તેજી સાથે 412 રૂપિયાની કિંમત થઈ ગઈ. એ સિવાય અદાણી ગ્રીન એનર્જીના શેર 3.81 ટકાની તેજી સાથે 952 રૂપિયા પર બંધ થયા. અદાણી પોર્ટમાં 3.22 ટકાની તેજી આવી અને તે 681 રૂપિયા પર પહોંચી ગયા. અદાણી ટોટલ ગેસનો સ્ટોક પણ 2.85 ટકાની તેજી સાથે 943.20 રૂપિયા પર બંધ થયા.

ગૌતમ અદાણીની અન્ય કંપનીઓની જેમ તેમની સિમેન્ટ કંપનીઓના શેરોમાં પણ તેજી જોવા મળી. ACC સિમેન્ટના સ્ટોક લીલા નિશા પર કારોબાર કરતા 1762.85ના લેવલ પર બંધ થયા. એ સિવાય અંબુજા સિમેન્ટના શેર 2.11 ટકાની તેજી સાથે 397 રૂપિયા પર પહોંચીને બંધ થયા. અદાણીની કંપની NDTVના શેરોમાં પણ જોરદાર તેજી જોવા મળી અને તે 4.68 ટકાની તેજી સાથે 190 રૂપિયા પર બંધ થયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp