ગૌતમ અદાણી ખરીદી રહ્યા છે વધુ એક કંપની, લગાવશે 3000 કરોડ રૂપિયા
દિગ્ગજ બિઝનેસમેન ગૌતમ અદાણી વધુ એક કંપની ખરીદવા જઈ રહ્યા છે. અદાણી વધુ એક કંપની ખરીદવા જઈ રહ્યા છે. અદાણી ગ્રુપની કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (અગાઉ નામ અદાણી ટ્રાન્સમિશન)એ હળવદ ટ્રાન્સમિશન લિમિટેડમાં 100 ટકા હિસ્સેદારી ખરીદવા માટે શેર પરચેસ એગ્રીમેન્ટ પર સહી કરી છે. અદાણી એનર્જી સોલ્યુશન્સ, PFC કન્સલ્ટિંગ લિમિટેડથી આ કંપની ખરીદી રહી છે. આ સમાચાર સામે આવ્યા બાદ અદાણી એનર્જી સોલ્યુશન્સના શેર લગભગ 3 ટકાની તેજી સાથે 1082.40 રૂપિયા પર પહોંચી ગયા છે.
હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ છે. તેને PFC કન્સલ્ટિંગ લિમિટેડે બનાવી હતી. તેનું ઉદેશ્ય ફેઝ-3 પાર્ટ-A પેકેજ હેઠળ ખાવડા રિન્યૂએબલ એનર્જી પાર્કથી 7 ગીગાવોટ રિન્યૂએબલ એનર્જી લઈ જવાનું હતું. અદાણી એનર્જી સોલ્યુશન્સે એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું કે, અદાણી ગ્રુપ કંપનીએ ટેરિફ બેઝ્ડ કોમ્પિટિટિવ બિડિંગ (TBCB) પ્રોસેસના માધ્યમથી પ્રોજેક્ટ જીત્યો છે અને કંપની આગામી 24 મહિનામાં પ્રોજેક્ટ ચાલુ કરશે. આ વાત CNBC TV18ના રિપોર્ટમાં કહેવામાં આવી છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સ લગભગ 301 કિલોમીટરના ટ્રાન્સમિશન પ્રોજેક્ટ બિલ્ટ, ઑન, ઑપરેટ અને મેન્ટેન કરવા માટે લગભગ 3,000 કરોડ રૂપિયા લગાવશે. પ્રોજેક્ટમાં 765kV હળવદ સ્વિચિંગ સ્ટેશન બનાવવાનું પણ સામેલ છે. એ સિવાય અદાણી ગ્રુપની કંપનીએ જણાવ્યું કે, તેની પૂર્ણ માલિકી હકવાળી સહાયક એકાઈ અદાણી ટ્રાન્સમિશન સ્ટેપ ફોર લિમિટેડે UAE બેઝ્ડ Esyasoft Holding સાથે 49.51 ટકાની હિસ્સેદારીવાળી જોઇન્ટ વેન્ચર બનાવવા માટે એગ્રીમેન્ટ કર્યું છે. આ જોઇન્ટ વેન્ચર હેઠળ કંપની ભારત અને વિદેશમાં સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટનું કામ કરશે.
આ પ્રોજેક્ટ સાથે અદાણી એનર્જી સોલ્યુશન્સનું કુલ નેટવર્ક (ચાલુ અને નિર્માણાધીન) હવે 20,518 અને 53,161 MVA ટ્રાન્સમિશન થઈ જશે. અદાણી એનર્જી સોલ્યુશન્સના શેર બપોરે 12:00 વાગ્યાની આસપાસ NSE પર 1 ટકાની તેજી સાથે 1052.40 રૂપિયાની કિંમત પર કારોબાર કરી રહ્યા હતા. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરોમાં લગભગ 21.71 ટકાની તેજી આવી છે. જો કે, આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી તેના શેર માત્ર 17.57 ટકા વધ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp