અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના ત્રીજા ક્વાર્ટરનું પરિણામ જાહેર, નફો 3 ગણો વધ્યો
અદાણી સમૂહના એક અંગ અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) એ 31 ડિસેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર અને નવ મહિનાના તેના પરિણામો જાહેર કર્યા છે. આ સમય દરમિયાન AEL ની ઇન્ક્યુબેશન પાઇપલાઇન હેઠળ ઉભરી રહેલા મુખ્ય ઇન્ફ્રા વ્યવસાયોએ કામગીરીમાં મજબૂત પ્રદર્શન કર્યું છે અને ચાલુ નાણાકીય વર્ષના ગત નવ મહિના દરમિયાન વૃદ્ધિની સફરમાં નોંધપાત્ર યોગદાનને સતત પ્રતિબિંબિત કર્યું છે. ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ, એરપોર્ટ અને રસ્તાઓને આવરી લેતા કંપનીના ઇન્ક્યુબેટિંગ વ્યવસાયોએ EBITDAમાં એકંદરે 45% યોગદાન આપ્યું છે.
અદાણી ઉદ્યોગ સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી એન્ટરપ્રાઈઝીસનો ચાલુ વર્ષનું ત્રીજું ક્વાર્ટર મજબૂત ઉત્સાહપ્રેરક રહ્યું છે, જેમાં અમારા બે મુખ્ય ઈન્ક્યુબેટિંગ વ્યવસાયોએ સરસ વેગ પકડ્યો છે. તકોને ખિલવવાની તકો પૂરી પાડતા આ વ્યવસાયો માત્ર અભૂતપૂર્વ જ નથી પરંતુ તે અમને સ્વચ્છ,ટકાઉ અને પોસાય તેવી વૈકલ્પિક ઉર્જાના અગ્રણી સ્ત્રોત તરીકે મજબૂત રીતે સ્થાન આપવા માટે મોકળાશ આપે છે. એમ તેમણે ઉમેર્યું હતું.
વ્યવસાયની છેલ્લી માહિતી:
અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રી ઇકોસિસ્ટમ
સૌર ઉત્પાદન
- ઓપરેશનલ મોડ્યુલ લાઇન ક્ષમતા ૪.0 ગીગાવોટ
- પાયલોટ પ્લાન્ટમાંથી વેફરનું ઉત્પાદન સતત ચાલુ છે અને ૨ ગીગાવોટના પ્લાન્ટનું કામ નિયત સમય મુજબ આગળ વધી રહ્યું છે
વિન્ડ ટર્બાઇનનું ઉત્પાદન
- ઓર્ડર બુક - 142 સેટ
- 15 WTG સેટ બનાવ્યા અને ૭ સેટ સપ્લાય કર્યા
- સ્વયં ઉત્પાદીતકરેલ બ્લેડ્સનો ઉપયોગ કરી પ્રોટોટાઇપ બેની માપણી અને લોડના મુલ્યાંકનનું કામ નિયત સમય અનુસાર પ્રગતિમાં છે.
- ડિલીવરીના સમય પત્રક અનુસાર બ્લેડ, નેસેલ અને હબની સુવિધા માટેની પ્રોડક્શન રેમ્પ આગળ વધી રહી છે.
ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન
- ૧૯૮.૫ મેગાવોટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતાની સ્થાપના માટે એવોર્ડ પત્ર
- પરીક્ષણ માટે લેબોરેટરીની સ્થાપના માટે સિવિલ ફાઉન્ડેશન અને ફ્લોરિંગનું કામ સંપ્પન
અદાણી કોનેક્ષ પ્રા.લિ. (ACX – ડેટા સેન્ટર)
નોઇડા ડેટા સેન્ટર
- ૫૦ મેગાવોટના કોર એન શેલ ઉપરાંત ૧૦ મેગાવોટના MEP (મિકેનિકલ, ઇલેક્ટ્રીકલ અને પ્લમ્પિંગ)નું ૭૪% બાંધકામ પૂર્ણ
હૈદ્રાબાદ ડેટા સેન્ટર
- ૯.૬ મેગાવોટના તબ(કા-૧ના બાંધકામનું ૮૫% કામ પૂર્ણ
કુલ ઓર્ડર બુક
- હાઇપરસ્કેલ અને એન્ટરપ્રાઇઝ ગ્રાહકો તરફથી ૧૧૨ મેગાવોટથી વધુ
અદાણી એરપોર્ટસ હોલ્ડીંગ્સ લિ. (AAHL - Airports)
- ૧૯ નવા રૂટ, ૯ નવી એરલાઈન્સ અને ૫ નવી ફ્લાઈટ્સ ઉમેરાઈ
- નવી મુંબઇ પ્રોજેક્ટ નિયત સમય પત્રક મુજબ પ્રગતિમાં છે.
- એન્વારનમેન્ટ એક્સેલન્સ એવોર્ડ-૨૦૨૩
- અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટને ટકાઉપણું અને કચરાના રીસાયક્લિંગ, જળ વ્યવસ્થાપન, ઉર્જા કાર્યદક્ષતા વાયુ ઉત્સર્જનમાં ઘટાડા માટે અસાધારણ આયામો અપનાવવા માટેની મજબૂત પ્રતિબદ્ધતા માટે પર્યાવરણીય શ્રેષ્ઠતા પુરસ્કાર ૨૦૨૩ દ્વારા પ્રાપ્ત થયો
- ઉત્સર્જન ઘટાડવાની પહેલમાં સિદ્ધિ માટે તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટને એવોર્ડ પ્રાપ્ત થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp