US બ્રોકરેજ ફર્મ કેન્ટર ફિટ્ઝગેરાલ્ડના મતે અદાણીનો આ શેર કરાવશે બમ્પર કમાણી

PC: timesnownews.com

ગૌતમ અદાણીની દિગ્ગજ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ શુક્રવારે 52 સપ્તાહની ટોચે પહોંચી હતી. આ સાથે, હિંડનબર્ગના અહેવાલને કારણે જે શેરો ઘટ્યા હતા તે સંપૂર્ણપણે રિકવર થઈ ગયા છે. એક મહિનાની અંદર અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 12 ટકા વધીને રૂ. 3,457.85 પર પહોંચી ગયો છે, જે ગયા વર્ષે 24 જાન્યુઆરીએ રૂ. 3,442.75 હતો. અહીં તમને જણાવી દઈએ કે, હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરી 2023ના રોજ અદાણી ગ્રુપ પર પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો.

અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં તીવ્ર વધારાને કારણે કંપનીના માર્કેટ કેપમાં પણ ઝડપથી વધારો થયો છે. અદાણી એન્ટરપ્રાઈઝનું માર્કેટ કેપ પણ રૂ. 3,92,473.89 કરોડના સ્તરને પણ વટાવી ગયું છે, જે હિંડનબર્ગના અહેવાલ આવવા પહેલા હતું. હિંડનબર્ગ રિસર્ચના અહેવાલને કારણે અદાણી જૂથની માર્કેટ મૂડીમાં 150 બિલિયન ડૉલરનો ઘટાડો થયો હતો.

હિંડનબર્ગ રિપોર્ટમાં, અદાણી જૂથ પર સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડ સહિતના ઘણા આરોપો મૂકવામાં આવ્યા હતા, જેના કારણે અદાણી જૂથના શેરમાં ભારે ઘટાડો થયો હતો, જેની સંપત્તિ સપ્ટેમ્બર 2022માં અમુક સમય માટે 150 બિલિયન ડૉલર હતી, પરંતુ આ રિપોર્ટ આવ્યા પછી, તે ટોચના 20 અબજોપતિમાંથી બહાર થઈ ગયા અને તેમની સંપત્તિ ઘટીને 37.7 બિલિયન ડૉલર થઈ ગઈ હતી. ત્યાર પછી આરોપોની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે હિન્ડેનબર્ગ રિપોર્ટમાં OCCPR રિપોર્ટ્સ અને તૃતીય પક્ષ સંગઠનો પર ભારે નિર્ભરતાને નકારી કાઢી હતી, અને કહ્યું હતું કે, આવા અહેવાલો પર કોઈપણ ચકાસણી વિના પુરાવા તરીકે વિશ્વાસ કરી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પછી ગૌતમ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો અને આજે ગૌતમ અદાણીની સંપત્તિ 109 અબજ ડૉલર થઈ ગઈ છે. તેઓ વિશ્વના 13મા સૌથી અમીર વ્યક્તિ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, તેઓ મુકેશ અંબાણી કરતાં થોડા બિલિયન ડૉલર પાછળ છે, જેની કિંમત 114 બિલિયન ડૉલર છે.

કેન્ટર ફિટ્ઝગેરાલ્ડે જણાવ્યું હતું કે, અદાણી એન્ટરપ્રાઇઝના શેર રૂ. 4,338 સુધી જઈ શકે છે. કેન્ટર ફિટ્ઝગેરાલ્ડે જણાવ્યું હતું કે, કોલસા અંગે અદાણી જૂથના લંડન ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલને બજારે અવગણ્યો છે. કેન્ટર ફિટ્ઝગેરાલ્ડે જણાવ્યું હતું કે, ભારત સતત આર્થિક વૃદ્ધિને ટેકો આપવા માટે વિવિધ અંતિમ બજારોમાં ભારે રોકાણ કરી રહ્યું છે, જે અદાણી એન્ટરપ્રાઇઝિસ માટે સારા સંકેત છે.

નોંધ: કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમે તમારા માર્કેટ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp