શું અદાણી Paytmને ખરીદવાના છે? જાણો શું કહ્યું ગ્રુપે

PC: indiatoday.in

Paytmની મૂળ કંપની વન97 કમ્યુનિકેશને એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, ‘અમે એ સ્પષ્ટ કરીએ છીએ કે હિસ્સેદારીના સમાચારો અટકળો છે અને કંપની આ સંબંધમાં કોઈ પણ ચર્ચામાં સામેલ નથી. અમે હંમેશાં SEBI (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યૂલેશન 2015 હેઠળ પોતાના દાયિત્વના અનુપાલનમાં ખુલાસા કર્યા છે અને કરતા રહીશું.’ આ અગાઉ સમાચાર આવી રહ્યા હતા કે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી Paytmની મૂળ કંપની વન97 કમ્યુનિકેશન્સમાં હિસ્સેદારી ખરીદવા માગે છે.

જાણકારોએ જણાવ્યું કે, Paytmના સંસ્થાપક અને CEO વિજય શેખર શર્માએ મંગળવારે અમદાવાદમાં અદાણીની ઓફિસમાં ડીલને અંતિમ ઓપ આપવા માટે તેમની સાથે મુલાકાત કરી. જો આ ડીલ બંને વચ્ચે સફળ થાય છે તો એ અદાણી ગ્રુપની ફિનટેક ક્ષેત્રમાં એન્ટ્રી થશે, જે ગૂગલ પે અને મુકેશ અંબાણીના જિયો ફાઇનાન્શિયલ સાથે કંપિટિટ કરશે. આ અંબૂજા સિમેન્ટ્સ અને NDTV બાદ અદાણીની મહત્ત્વપૂર્ણ ખરીદીમાંથી એક હશે. વિજય શેખર શર્મા પાસે વન97 કમ્યુનિકેશન્સમાં લગભગ 19 ટકા હસસેદારી છે, જેની કિંમત મંગળવારે સ્ટોકના 342 રૂપિયા પ્રતિ શેરના બંધ ભાવના આધાર પર 4218 કરોડ રૂપિયા છે.

વિજય શેખર શર્મા પાસે Paytmમાં સીધી 9 ટકાની હિસ્સેદારી છે અને વિદેશી ફર્મ રેસિલિએન્ટ એસેટ મેનેજમેન્ટના માધ્યમથી 10 ટકા હિસ્સેદારી છે. વન97 કમ્યુનિકેશન્સ દ્વારા સ્ટોક એક્સ્ચેન્જમાં દાખલ કરવામાં આવેલા દસ્તાવેજો મુજબ, વિજય શેખર શર્મા અને રેસિલિએન્ટ બંને જ પબ્લિક શેરહોલ્ડર્સના રૂપમાં લિસ્ટેડ છે. SEBI નિયમો મુજબ કોઈ ટારગેટેડ કંપનીમાં 25 ટકાથી ઓછી હિસ્સેદારી રાખનાર અધિગ્રહણકર્તાને કંપનીમાં ઓછામાં ઓછી 26 ટકા હિસ્સેદારી માટે ઓપન ઓફર આપે છે.

અધિગ્રહણકર્તા કંપનીની પૂરી શેર કેપિટલ માટે પણ ઓપન ઓફર આપી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ અદાણી અને શર્મા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે. અદાણી પશ્ચિમ એશિયાના ફંડો સાથે પણ વાતચીત કરી રહ્યા છે, જેથી તેમને વન97માં રોકાણકારના રૂપમાં લાવી શકે, જેણે દેશમાં મોબાઈલ પેમેન્ટમાં અગ્રણી ભૂમિકા નિભાવી છે. વર્ષ 2007માં શર્મા દ્વારા સ્થાપિત વન97 કમ્યુનિકેશન્સ, જેનો IPO દેશમાં બીજો સૌથી મોટો હતો.

તેનું બજાર પૂંજીકરણ 21,773 કરોડ રૂપિયા છે. વન97ના અન્ય મહત્ત્વપૂર્ણ શેર ધરકોની અંગત ઇક્વિટી ફંડ સેફ પાર્ટનર્સ (15 ટકા), જેક મા દ્વારા સ્થાપિત એન્ટફિન નેધરલેન્ડ (10 ટકા) અને કંપનીના ડિરેક્ટર (9 ટકા) છે. મંગળવારે અદાણી ગ્રુપ અને વન97ને મોકલવામાં આવેલી Emailનો પ્રેસમાં જવા સુધી કોઈ જવાબ ન મળ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp