અદાણીની ફોર્ચ્યૂન બ્રાન્ડ તેલની કંપની વેચાશે? અદાણી વિલ્મરથી નીકળવાનું વિચારી...

PC: vibesofindia.com

અદાણી ગ્રુપ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, દિગ્ગજ બિઝનેસમેન ગૌતમ અદાણી પોતાની FMCG કંપની અદાણી વિલ્મરમાં પોતાનો 43.97 ટકા હિસ્સો વેચવા જઈ રહ્યા છે. આ કંપની ફોર્ચ્યૂન બ્રાન્ડથી સરસવનું તેલ અને સોયાબીન તેલ સહિત તમામ પ્રકારના ખાદ્ય તેલ વેચે છે. સાથે જ કંપની લોટ, ચોખા, દાળ, બેસન વગેરે પ્રોડક્ટ પણ વેચે છે.

આ કંપની બાબતે સમાચાર ચાલી રહ્યા છે કે ગૌતમ અદાણી પોતાની કંપની અદાણી વિલ્મરની હિસ્સેદારી વેચવાને લઈને દિગ્ગજ કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ, અદાણી વિલ્મરની હિસ્સેદારી વેચવાની આ ડીલ એક મહિનાની અંદર પૂરી થઈ શકે છે. આ સમયે અદાણી વિલ્મરમાં ગૌતમ અદાણી ગ્રુપની 43.97 ટકાની ભાગીદારી છે. આ કંપની ફોર્ચ્યૂન બ્રાંડના નામથી જાત જાતના ખાદ્ય તેલ, બેસન, લોટ અને અન્ય પેકેજ્ડ ગ્રોસરી પ્રોડક્ટ વેચે છે.

બતાવવામાં આવી રહ્યું છે કે, ગૌતમ અદાણી પોતાના ગ્રુપની કંપની અદાણી વિલ્મરમાં પોતાની સંપૂર્ણ હિસ્સેદારી 3 અબજ ડૉલરમાં વેચવાનો પ્રયાસ કરી રહ્યા છે. અદાણી વિલ્મર શેર બજારમાં લિસ્ટેડ કંપની છે. લિસ્ટિંગ બાદ આ જોઇન્ટ વેન્ચરમાં સિંગાપુરની વિલ્મર ઇન્ટરનેશનલ અને અદાણી ગ્રુપની 43.97- 43.97 ટકાની હિસ્સેદારી છે. અદાણી વિલ્મરમાં પબ્લિક શેર હોલ્ડિંગ 12.006 ટકાની છે. આ વર્ષની શરૂઆતમાં આ પ્રકારના સમાચાર સામે આવ્યા હતા.

જેમાં કહેવામાં આવ્યું હતું કે, પોર્ટ ટૂ પાવર ગ્રુપની પ્રમુખ કંપની અદાણી વિલ્મરમાં પોતાની હિસ્સેદારી વેચવાની યોજના બનાવી રહી છે. જો કે, ત્યારે અદાણી એન્ટરપ્રાઈઝીસે એક એક્સચેન્જ ફાઈલિંગમાં કહ્યું હતું કે, અમે એ સ્પષ્ટ કરવા માગીએ છીએ કે અત્યાર સુધી મીડિયા રિપોર્ટ્સ સાથે સંબંધિત એવી કોઈ ઘટના નથી. જેના માટે સેબી લિસ્ટિંગ વિનિમયોના વિનિયમન 30 મુજબ, કંપની તરફથી કોઈ પણ ખુલાસાની જરૂરિયાત હોય.

આ કંપનીએ ગત 1 નવેમ્બરે પોતાની બીજી ત્રિમાસિકના પરિણામ જાહેર કર્યા છે. સપ્ટેમ્બર 2023 ત્રિમાસિક દરમિયાન કંપનીને 130.73 કરોડ રૂપિયાનો સામેકિત નુકસાન થયું છે. તેનાથી એક વર્ષ અગાઉ, આ અવધિમાં કંપનીને 48.76 કરોડ રૂપિયાનો શુદ્ધ લાભ થયો છે. કહેવામાં આવે છે કે ગૌતમ અદાણીની આગેવાનીવાળું ગ્રુપ આ સમય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પોર્ટ કારોબાર પર ફોકસ કરવાની યોજના બનાવી રહી છે. અદાણી વિલ્મરમાં ગ્રુપની હિસ્સેદારી વેચવાની યોજના આ પ્લાનનો હિસ્સો હોય શકે છે. અદાણી ગ્રુપ આ પૈસાનો ઉપયોગ પોતાના મૂળ બિઝનેસ માટે કરવા જઈ રહ્યું છે. હાલમાં આ રકમથી લોન ચૂકવવાની કોઈ જાણકારી સામે આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp