અદાણી ગ્રુપ આ બિઝનેસમાં કરશે 60000 કરોડનું રોકાણ, ક્યાંથી આવશે આટલા પૈસા?

PC: nypost.com

અદાણી ગ્રુપે એરપોર્ટ બિઝનેસને બૂસ્ટ કરવા માટે મોટી યોજના બનાવી છે. ગૌતમ અદાણીની કંપની આગામી 10 વર્ષમાં 60 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઇ રહી છે. એ નવી મુંબઈ એરપોર્ટના પહેલા ચરણમાં રોકાણ કરવામાં આવી રહેલા 18 હજાર કરોડથી અલગ છે. આ પૈસાઓનો ઉપયોગ એરપોર્ટ્સમાં રનવે, ટેક્સીવે, એરક્રાફ્ટ પર્કિંગ સ્ટેન્ડ્સ અને ટર્મિનલ બનાવવા માટે કરવામાં આવશે. તેની સાથે જ એરપોર્ટ્સની નજીક હૉટલ અને શોપિંગ મોલ પણ ડેવલપ કરવામાં આવશે.

એક રિપોર્ટ મુજબ, અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સના CEO અરુણ બંસલે કહ્યું કે, આ એક મોટી રકમ છે. અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ (AEL), આંતરિક સંસાધનોના માધ્યમથી તેનું સમર્થન કરશે. અદાણી એન્ટરપ્રાઈઝીસ તેના માટે ફંડ જાહેર કરશે અને પછી આ અમાઉન્ટને એરપોર્ટ્સના ડેવલપમેન્ટ માટે ખર્ચ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખનૌ એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદ્વઘાટન કર્યા બાદ અરુણ બંસલે તેની જાણકારી આપી.

અદાણી ગ્રુપ 6 એરપોર્ટ લખનૌ, અમદાવાદ, જયપુર, ગુવાહાટી, તિરુવનંતપુરમ અને મેંગ્લોરનું સંચાલન કરે છે. વર્ષ 2021માં તેણે GVK ગ્રુપ પાસે મુંબઈ અને આગામી નવી મુંબઈ એરપોર્ટ્સનું અધિગ્રહણ કર્યું હતું. અરુણ બંસલે કહ્યું કે, 8 એરપોર્ટ્સ સાથે અદાણી ગ્રુપ 2040 સુધી 25-30 કરોડ યાત્રીઓ માટે ક્ષમતા બનાવવાની તૈયારી કરી રહ્યું છે. અત્યારે ગ્રુપના 7 એરપોર્ટ્સની કેપિસિટી 7.3 કરોડ છે.

અદાણીએ કહ્યું કે, મને લાગે છે કે એર કનેક્ટિવિટીના મોડમાં પાયાના બદલાવ થવા જઇ રહ્યા છે. દેશમાં ઘણા એરપોર્ટ ભવિષ્યમાં ઇન્ટરનેશનલ હબ બની શકે છે. આ કારણે ઇન્ટરનેશનલ ટ્રાવેલમાં પણ ભારે ઉછાળ આવશે. સાથે જ ડોમેસ્ટિક ફ્લાઇટમાં પણ સુધાર થશે. તેમણે કહ્યું કે, યાત્રીઓની સંખ્યામાં ખૂબ વધારો થશે. એરપોર્ટ બિઝનેસ પ્રોફિટેબલ થયા બાદ લિસ્ટિંગ કરવામાં વશે.

ઉલ્લેખનીય છે કે, અદાણી ગ્રુપ પોતાના એરપોર્ટ બિઝનેસને તેજીથી ફેલાવી રહી છે. વર્ષ 2019માં અદાણી ગ્રુપની ફૂલી સબ્સિડિયરીના રૂપમાં એરપોર્ટવાળા બિઝનેસને સામેલ કરવામાં આવ્યા હતા. અદાણી ગ્રુપ અત્યારે 6 એરપોર્ટ્સનું સંચાલન કરે છે. કંપની પાસે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 73 ટકા હિસ્સેદારી છે. નવી મુંબઈ એરપોર્ટમાં તેની 74 ટકા હિસ્સેદારી છે. તો દેશના કુલ પેસેન્જર્સ મૂવમેન્ટમાં 25 ટકા અને એર કાર્ગો ટ્રાફિકમાં 33 ટકા કંટ્રીબ્યૂશન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp