પોતાના જ શેર ખરીદવાના આરોપ પર અદાણી કંપનીએ જાણો શું કહ્યું

PC: twitter.com

અદાણી ગ્રુપ પર લાગેલા ગંભીર આરોપો બાદ અદાણી ગ્રુપ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કંપનીએ તેમના પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. કંપનીએ પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, વિદેશી મીડિયાના એક વિભાગ દ્વારા સમર્થિત અને સોરોસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા હિતો દ્વારા તથ્ય વિહીન હિંડનબર્ગ રિપોર્ટની ફરી એ જ બાબતોને લઇ ફરી દોહરાવાયેલા આરોપોને અમે સ્પષ્ટપણે નકારીએ છીએ. આ સમાચાર અહેવાલો અમોને નીચા પાડવાનો વધુ એક સંયુક્ત પ્રયાસ હોવાનું જણાય છે. હકીકતમાં ગયા અઠવાડિયે મીડિયા દ્વારા આવા અહેવાલો વહેતા કરવામાં આવ્યા હતા જે આ અપેક્ષિત હતા.

અદાણી કંપનીએ કહ્યું હતું કે, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ઓવર ઈન્વોઈસિંગ, વિદેશમાં ફંડ ટ્રાન્સફર, સંબંધિત પક્ષકારોના વ્યવહારો અને FPIs દ્વારા રોકાણના આરોપોની તપાસ કરી હતી એ તપાસના અંતે એક સ્વતંત્ર નિર્ણાયક સત્તા અને એપેલેટ ટ્રિબ્યુનલ બંનેએ પુષ્ટિ કરી હતી કે કોઈ ઓવર-વેલ્યુએશન થયેલું નથી અને આ વ્યવહારો અમલમાં રહેલા કાયદા અનુસાર હતા.આ બધા દાવાઓ એક દાયકા પહેલા બંધ થયેલા કેસ પર આધારિત છે. આ બાબત માર્ચ 2023મા અંતિમ તબક્કે પહોંચી હતી ત્યારે ભારતની નામદાર સર્વોચ્ચ અદાલતે અમારી તરફેણમાં સ્પષ્ટપણે ચુકાદો આપી કોઈ ઓવર-વેલ્યુએશન થયું ન હોવાથી ભંડોળના ટ્રાન્સફર સંબંધી સદરહુ આરોપોની કોઈ સુસંગતતા કે આધાર નથી.

કંપનીએ જણાવ્યું કે, અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ ફોરેન પોર્ટફોલિઓ ઇન્વેસ્ટમેન્ટ(FPIs) પહેલેથી જ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) ની તપાસનો ભાગ છે. નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત થયેલી નિષ્ણાત સમિતિના નોંધ્યા મુજબ લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ (એમપીએસ) ની આવશ્યકતાઓનો ભંગ અથવા શેરના ભાવમાં હેરફેરનો કોઈ પુરાવો મળ્યો નથી. અમે આ પ્રકાશનોએ મોકલેલા સવાલોના અમે આપેલા જવાબોને તેમણે સંપૂર્ણ પ્રકાશિત કર્યા નથી એ કમનશીબ છે.

કંપનીએ કહ્યું કે, આ પ્રયાસોનો ઇરાદો અન્ય બાબતોની સાથે અમારા સમૂહના શેરના ભાવમાં ઘટાડો કરીને ફક્ત નફો કમાઇ લેવાનો છે અને આ શોર્ટ સેલર્સની પણ વિવિધ સત્તાવાળાઓ દ્વારા તપાસ ચાલી રહી છે.જ્યારે દેશની નામદાર સર્વોચ્ચ અદાલત અને સેબી આ બાબતોની દેખરેખ રાખવામાં આવી રહી છે, તેથી હાલ ચાલી રહેલી નિયમનકારી પ્રક્રિયાને માન આપવું આવશ્યક છે.

અદાણી કંપનીએ કહ્યું કે અમે ફરી જણાવીયે છીએ કે અમારો કાયદાની યોગ્ય પ્રક્રિયામાં સંપૂર્ણ ભરોસો છે અને અમે અમારા ડિસ્ક્લોઝર્સની ગુણવત્તા અને કોર્પોરેટ ગવર્નન્સના ધોરણો પર વિશ્વાસ રાખીએ છીએ. વધુમાં આ સમાચાર અહેવાલોના પ્રકાશનનો સમય શંકાસ્પદ, તરકટી અને બદઇરાદા પ્રેરીત છે જેને અમે સંપૂર્ણ રીતે નકારીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp