અદાણી ટોટલ ગેસે ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા, કમાણીમાં વધારો

PC: livemint.com

ભારતની અગ્રણી સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી ટોટાલ ગેસ લિ. (ATGL) એ 31મી ડિસેમ્બર 2023ના રોજ પૂરા થયેલા નવ મહિના અને ત્રિમાસિક ગાળા દરમિયાનના તેના કામકાજ અને નાણાકીય ગતિવિધીની જાહેરાત કરી હતી.

અદાણી ટોટાલ એનર્જીસના એક્ઝીકયુટીવ ડિરેક્ટર અને સી.ઇ.ઓ. સુરેશ પી.મંગલાણીએ જણાવ્યું હતું કે “CGD ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ સાથે ટ્રાન્સપોર્ટ અને માઇનિંગ માટે ઇ-મોબિલિટી, બાયોમાસ અને એલએનજીના ક્ષેત્રોમાં રહેલી તકો ઝડપવા સાથે નાણાકીય વર્ષ-24ના નવ માસ દરમિયાન વોલ્યુમમાં 13 ટકાનો ડબલ ડીજીટ ફરી એક વાર પ્રદાન કર્યો છે. કાર્યક્ષમ ગેસ સોર્સિંગ અને ઓપેક્સ પર 'નજર' સાથે વોલ્યુમમાં વધારો થવાને કારણે વાર્ષિક ધોરણે આ ગાળામાં EBIDTAમાં 20%નો વધારો થયો છે અમારા તમામ ભૌગોલિક વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને ઝડપથી આગળ વધારીને PNG અને CNGના સ્વરૂપમાં કુદરતી ગેસની સરળ ઍક્સેસ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની કંપનીની હાલની પ્રાથમિકતા છે.એમ જણાવી તેમણે કહ્યું હતું “અમારા ગ્રાહક કેન્દ્રિત અભિગમ સાથે, ઈ-મોબિલિટી અને બાયોમાસ (CBG) સિવાય હવે અમે ટ્રાન્સપોર્ટ અને માઇનિંગ માટે પણ એલએનજી શરૂ કરી રહ્યા છીએ ATGL વિવિધ એકમો માટે ડીકાર્બોનાઇઝિંગ સોલ્યુશન્સ પ્રદાન કરશે અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં મદદ કરશે. અમારી વ્યૂહરચના અમારા તમામ ગ્રાહકોને ક્લીનર એનર્જી ઇંધણની વિશાળ શ્રેણી ઓફર કરવાની રહેશે.”

સીએનજી સ્ટેશનોના નેટવર્ક વિસ્તરણ સાથે સીએનજીના ભાવમાં ઘટાડો થવાને કારણે સીએનજી વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 21%નો વધારો થયો છે. PNG ઔદ્યોગિક વોલ્યુમમાં રીકવરી અને ઘરેલું અને વાણિજ્યક નવા PNG કનેક્શનના ઉમેરા સાથે, PNG વોલ્યુમ 1% વધ્યું છે.વાર્ષિક ધોરણે એકંદર વોલ્યુમમાં 13%નો વધારો થયો હોવા છતાં ગેસની કિંમત ખાસ કરીને APM ગેસમાં ઘટાડો થવાને કારણે કામગીરીમાંથી આવક 2% વધી છે ATGL એ APM ગેસના ભાવમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને આપ્યો હતો જેના પરિણામે વેચાણ કિંમત નીચી રહી હતી. વાર્ષિક ધોરણે ઉચ્ચ વોલ્યુમ અને સંતુલિત ભાવ વ્યૂહરચનાને કારણે EBITDAમાં 20% નો વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp