અદાણી ગેસે CNGના ભાવમાં ₹8.13 અને PNGના ભાવમાં ₹5.06નો ઘટાડો કર્યો
CNG એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને PNG એટલે કે પાઇપ્ડ નેચરલ ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અદાણી ગ્રુપની કંપની અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL)એ CNG અને PNGના ભાવમાં ઘટાડો કર્યો છે. આ સાથે મહાનગર ગેસ લિમિટેડ (MGL)એ પણ દરમાં ઘટાડો કર્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે ઘરેલુ કુદરતી ગેસની કિંમત નક્કી કરવા માટે એક નવી ફોર્મ્યુલાની જાહેરાત કરી છે. જે બાદ CNG અને PNGના દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ATGLએ CNGની કિંમતમાં 8.13 રૂપિયા પ્રતિ કિલો અને PNGની કિંમતમાં 5.06 રૂપિયા પ્રતિ ઘન સેન્ટિમીટરનો ઘટાડો કર્યો છે. નવી કિંમતો 8 એપ્રિલની મધરાત 12 થી અમલમાં આવી છે. ATGLએ એક અખબારી યાદી બહાર પાડીને CNG વાહનો અને રહેણાંક ઘરોને ગેસ સપ્લાય માટે APMને ઓછામાં ઓછી 4 ડૉલરની મર્યાદા અને 6.5 ડૉલર પ્રતિ MMBTUની મર્યાદાની સાથે ભારતીય ક્રૂડ બાસ્કેટના 10 ટકા સાથે લિંક કરવાના ભારત સરકારના નિર્ણયની પ્રશંસા કરી હતી.
'અમારા અંતિમ ઉપભોક્તાઓને પ્રાધાન્ય આપવાની અમારી નીતિને અનુરૂપ, ATGLએ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ નવી ગેસ કિંમત નિર્ધારણ માર્ગદર્શિકાના લાભો મોટી સંખ્યામાં ઘરોમાં પહોંચાડવાનું નક્કી કર્યું છે.'
આ સાથે, ATGLએ ઔદ્યોગિક અને વ્યાપારી PNGની કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ ઘન સેન્ટીમીટર સુધીનો ઘટાડો કર્યો છે.
ATGL દેશની સૌથી મોટી CGD કંપનીઓમાંની એક છે. જે હાલમાં દેશના 7 લાખ ઘરેલું, 4 હજાર કોમર્શિયલ, 2000 ઔદ્યોગિક ગ્રાહકોને CNG-PNG સપ્લાય કરે છે. આ સાથે કંપની પાસે દેશમાં 460 CNG સ્ટેશન પણ છે.
આ અગાઉ, મહાનગર ગેસ લિમિટેડ (MGL)એ 7 એપ્રિલે CNGના ભાવમાં પ્રતિ કિલો 8 રૂપિયાનો ઘટાડો કરીને 79 રૂપિયા પ્રતિ કિલો કરી દીધો હતો. આ ઉપરાંત, કંપનીએ PNGની કિંમત પણ 5 રૂપિયા પ્રતિ SCM ઘટાડીને 49 રૂપિયા પ્રતિ SCM કરી છે.
goodreturns.in અનુસાર, CNG દિલ્હીમાં 79.56 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. બીજી તરફ હૈદરાબાદમાં CNGની વર્તમાન કિંમત 100 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે.
નવી ફોર્મ્યુલા હેઠળ, સ્થાનિક કુદરતી ગેસની કિંમત હવે આંતરરાષ્ટ્રીય હબ ગેસને બદલે આયાતી ક્રૂડ સાથે જોડવામાં આવશે. સ્થાનિક ગેસની કિંમત હવે ભારતીય ક્રૂડ બાસ્કેટના વૈશ્વિક ભાવની માસિક સરેરાશના 10% હશે. દર મહિને તેની જાણ કરવામાં આવશે.
નવી માર્ગદર્શિકાનો ઉદ્દેશ્ય ઘરેલું ગેસ ગ્રાહકો માટે સ્થિર ભાવોની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો છે, જ્યારે ઉત્પાદકોને બજારની પ્રતિકૂળ હિલચાલથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહનો સાથે પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp