અદાર પૂનાવાલાએ લંડનમાં ખરીદ્યું આ વર્ષનું સૌથી મોંઘુ ઘર, જાણો કેટલામાં ડીલ થઈ

PC: india.postsen.com

અદાર પૂનાવાલાએ લંડનમાં આ વર્ષના સૌથી મોઘા ઘરની ડીલ કરી રહ્યા છે. 100 વર્ષ જૂનીએ હવેલી માટે કરોડો રૂપિયાની ડીલ થઇ છે.

સીરમ સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા (SII) કે CEO અદાર પૂનાએ લંડનમાં સૌથી મોંઘુ ઘર ખરીદશે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા મુજબ લંડનનું આ ઘરને 2023ના સૌથી મોંઘા ઘરનો ખિતાબ મળ્યો છે. જેની કિંમત છે 1446 કરોડ રૂપિયા.

ભારતીય ઉદ્યોગપતિ અદાર પૂનાવાલા લંડનમાં આ વર્ષમાં સૌથી મોંઘુ ધર ખરીદશે. 42 વર્ષના ભારતીય અબજોપતિ અદાર પૂનાવાલા લંડનના પોશ વિસ્તાર મૈફેયર્સમાં હાઇડ પાર્ક પાસે લગભગ 100 વર્ષ જૂની એક હવેલી ‘એબરકોનવે હાઉસ’ ખરીદવા માટે 138 મિલિયન પાઉન્ડ (1446 કરોડ રૂપિયા)નો ખર્ચ કરી રહ્યા છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ થોડો સમય પહેલા આ હવેલીને ખરીદવા માટે રસ દાખવ્યો હતો. જાણકારોના કહેવા મુજબ આ ડીલ લંડનમાં ઘરોના મામલામાં આ વર્ષની સૌથી મોટી ડીલ છે. આ પછી એબરકોનવે હાઉસને લંડનમાં અત્યાર સુધીમાં વેચાયેલું બીજું સૌથી મોંઘુ ઘર માનવામાં આવે થે. આ ડીલને સીરમની બ્રિટિશ સબસિડીયરી લાઇફ સાયન્સ દ્રારા પુરી કરવામાં આવી રહી છે.

સૂત્રોના કહેવા મુજબ અદાર પૂનાવાલાનો આ ઘરમાં વસવાટ કરવાનો ઇરાદો નથી. આ ઘરનો ગેસ્ટ હાઉસ અને ઇવેન્ટ માટે ઉપયોગ કરવામાં આવશે.

રિપોર્ટસ મુજબ, એબરકોનવે હવેલી લગભગ 100 વર્ષ જૂની છે અને તેનું નિર્માણ 1920માં કરવામાં આવ્યું હતું. જાણવા મળેલી વિગત મુજબ આ હવેલીના માલિક પોલેન્ડના દિવગંત બિઝનેસમેન જાન કુલ્ઝિકે બનાવી હતી એ પછી તેનો વારસો તેમની દિકરી ડોમિનિકા કુલ્ઝિક પાસે હતી. ડોમિનિકાએ આ પ્રોપર્ટી અદાર પૂનાવાલાને વેચી દીધી છે. અદાર પૂનાવાલા લંડનમાં ઘણી ઇવેન્ટસ આયોજિત કરતા હોય છે, એટલે ભાડું ભરવાને બદલે તેમણે આલિશાન ઘર ખરીદી લીધું છે.

અદાર પૂનાવાલા સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના સંસ્થાપક સાઇરસ પૂનાવાલાના પુત્ર છે. મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા મુજબ પૂનાવાલા પરિવારની કુલ સંપત્તિ 2021માં 16.6 બિલિયન ડોલર ( અંદાજે 1.38 લાખ કરોડ) હતી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પણ ગયા વર્ષે દુબઇમાં પ્રોપર્ટી ખરીદી હતી. મુકેશ અંબાણીએ પામ જુમેરાબમાં 1354 કરોડ રૂપિયામાં બીચ સાઇડ મેન્શન ખરીદ્યું હતું.

કોરાના મહામારીના સમયે સીરમ ઇન્સ્ટિટયૂટનું નામ વધારે ચર્ચામાં આવ્યું હતું, કારણ કે આ કંપનીએ કોવીશિલ્ડ વેક્સિન બનાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp