ચૂંટણી અગાઉ કેન્દ્રની જાહેરાત, ભારતમાં અહી 15 રૂપિયા સસ્તુ થયું પેટ્રોલ-ડીઝલ

PC: financialexpress.com

કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલને લઈને એક મોટી ભેટ આપી છે. ભારતના લક્ષદ્વીપ દ્વીપમાં એન્ડ્રોટ અને કલ્પેની દ્વીપ માટે 15.3 રૂપિયા પ્રતિ લીટર, કાવારત્તી અને મિનિકોય માટે 5.2 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આ ઘટાડો આજથી પ્રભાવી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભારે ઘટાડા બાદ હવે લક્ષદ્વીપના બધા દ્વીપો પર પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 95.71 રૂપિયા પ્રતિ લીટર હશે.

ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં કેન્દ્ર સરકારે આખા દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો. આ નિર્ણય ચૂંટણી પંચના લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત અગાઉ લેવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પેટ પોસ્ટ કરતા લખ્યું હતું કે, 'પેટ્રોલ અને ડીઝલની કિંમત 2 રૂપિયા ઓછી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત સાબિત કરી દીધું કે કરોડો ભારતીયોના પોતાના પરિવારનું હિત અને સુવિધા હંમેશાં તેમનું લક્ષ્ય છે. તો લક્ષદ્વીપમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાને લઈને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા એવા નેતા છે, જેમણે #Lakshadweep વાસીઓને પોતાના પરિવાર માન્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભારે ઘટાડાની જાણકારી આપી છે. મંત્રાલયે કહ્યું કે, લક્ષદ્વીપમાં IOCL 4 દ્વીપ કાવારત્તી, મિનિકોય, એંડ્રોટ અને કલ્પેનીને પેટ્રોલ અને ડીઝલના પુરવઠો કરે છે. IOCL કારાવત્તી અને મિનિકોય ડિપો છે. આ ડિપોમાં પુરવઠો કેરળના કોચ્ચીમાં IOCL ડિપોથી જાય છે. પેટ્રોલની કિંમતમાં ભારે ઘટાડાની જાહેરાત કરતા મંત્રાલયે કહ્યું કે, ઘણા ઓછા અને અવ્યવર્ય માત્રાના કારણે લક્ષદ્વીપ ડિપોમાં પૂંજીગત વ્યયની વસૂલી માટે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 6.90 રૂપિયા પ્રતિ લિયરની રકમ સામેલ કરવામાં આવી હતી.

એ છેલ્લા 3 વર્ષમાં સામેલ હતી, પરંતુ હવે વસૂલી પૂરી થયા બાદ તેને હટાવી દેવામાં આવ્યા છે. તેનાથી પેટ્રોલ અને ડીઝલની RSP લગભગ 6.90 રૂપિયા પ્રતિ લીટર ઓછું થઈ જશે. નવી દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા થઈ ગઈ છે. મુંબઇમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લિટર છે. તો ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા પ્રતિ લીટર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp