અનિલ અંબાણીની આ કંપનીના શેરનો ભાવ અચાનક ઝીરો કેમ થઈ ગયો

PC: hindi.moneycontrol.com

શેરબજારમાં પૈસા કમાવવા માટે, લોકો માહિતીના અભાવે ગમે ત્યાં દાવ લગાવે છે, જે પછી મોટાભાગના રોકાણકારો માટે આ દાવ ઊંધો પડી જાય છે, એટલે કે તેમને નુકસાન સહન કરવું પડે છે. હાલમાં રિલાયન્સ કેપિટલના ઇક્વિટી રોકાણકારો સાથે પણ આવી જ સ્થિતિ બની છે.

અનિલ અંબાણીની દેવામાં ડૂબેલી કંપની રિલાયન્સ કેપિટલને હિન્દુજા ગ્રુપની કંપની ઈન્ડસઈન્ડ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સ દ્વારા NCLT દ્વારા ખરીદી લેવામાં આવી છે. ત્યાર પછી નવા માલિકે રિલાયન્સ કેપિટલ લિમિટેડને શેરબજારમાંથી D-List કરવાનો નિર્ણય લીધો છે.

આ નિર્ણયથી શેરબજારમાં રિલાયન્સ કેપિટલના શેરનું ટ્રેડિંગ બંધ થઈ ગયું છે. રિલાયન્સ કેપિટલના શેરનું છેલ્લું ટ્રેડિંગ 26 ફેબ્રુઆરીએ થયું હતું, તે દિવસે શેરનો ભાવ રૂ.11.90 હતો. D-લિસ્ટિંગનો અર્થ એ છે કે, હવે રિલાયન્સ કેપિટલના શેરનો વેપાર થશે નહીં કે, રોકાણકારો શેર લઇ શકશે નહીં.

એટલે કે, રિલાયન્સ કેપિટલના શેર ધરાવતા રોકાણકારોનું મૂલ્યાંકન શૂન્ય થઈ ગયું છે. તેના બધા પૈસા ખલાસ થઇ ગયા છે. કારણ કે, શેરને D-લિસ્ટ કરવાના નિર્ણય સાથે, હાલમાં તેની કિંમત ગમે તે હોય, તે ઘટીને શૂન્ય થઈ જાય છે.

26 ફેબ્રુઆરીએ રિલાયન્સ કેપિટલના શેરનો ભાવ રૂ.11.90 હતો. પરંતુ હવે તે શૂન્ય થઈ ગયો છે. શેરધારકોને હવે વળતરમાં કંઈ મળવાનું નથી. જોકે, આ બધું માર્કેટ રેગ્યુલેટર સેબીના નિયમો હેઠળ થયું છે. તેથી લોકોને હંમેશા આવા શેર ટાળવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને તે કંપનીઓના શેર અંગે જેમનો કેસ NCLTમાં ચાલી રહ્યો છે.

એક જમાનામાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ લિમિટેડ શેરબજારમાં પ્રભુત્વ જમાવતી હતી. વર્ષ 2008માં કંપનીના એક શેરની કિંમત 2700 રૂપિયાથી વધુ હતી. આ સ્ટોક તેની ઊંચાઈથી લગભગ 99% ઘટ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, 29 નવેમ્બર, 2021ના રોજ ગંભીર સમસ્યાઓના કારણે RBIએ અનિલ અંબાણીની આ કંપનીના બોર્ડને ભંગ કરી દીધું હતું. તે પછી, કંપની નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ અને હિન્દુજા જૂથની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ સુધી પહોંચી. કંપનીનો કબજો મેળવતાની સાથે જ હિન્દુજા ગ્રુપે રિલાયન્સ કેપિટલના શેર D-લિસ્ટ કરવાનો નિર્ણય લીધો છે.

રિલાયન્સ કેપિટલે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, કંપનીના ઇક્વિટી શેરધારકોનું લિક્વિડેશન મૂલ્ય શૂન્ય છે અને તેથી, ઇક્વિટી શેરધારકો કોઈપણ ચુકવણી મેળવવા માટે હકદાર રહેશે નહીં. જ્યારે, રિલાયન્સ કેપિટલના કોઈપણ શેરહોલ્ડરને કોઈ ઓફર કરવામાં આવશે નહીં, એટલે કે, રિલાયન્સ કેપિટલના D-લિસ્ટિંગ પછી, ઇક્વિટી શેરધારકોને કોઈ ચુકવણી મળશે નહીં.

અહીં તમને જણાવી દઈએ કે, ગયા મંગળવારે, NCLTએ રિલાયન્સ કેપિટલ પર નિયંત્રણ મેળવવા માટે હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ દ્વારા રજૂ કરાયેલ રૂ. 9,650 કરોડના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. આમાં, ધિરાણકર્તાઓએ બાકીના 63 ટકાનું નુકસાન સહન કરવું પડશે. કંપની સામે કરવામાં આવેલા કુલ રૂ.38,526.42 કરોડના દાવાઓમાંથી ટ્રિબ્યુનલે માત્ર રૂ.26,086.75 કરોડના દાવા સ્વીકાર્યા છે.

રિલાયન્સ કેપિટલ પર રૂ.38,000 કરોડનું દેવું હતું અને ચાર અરજદારોએ શરૂઆતમાં રિઝોલ્યુશન પ્લાન સાથે બિડ કરી હતી. જો કે, લેણદારોની સમિતિએ નીચી બિડ કિંમતને કારણે તેમને નકારી કાઢ્યા હતા અને હરાજીના બીજા રાઉન્ડનું આયોજન કર્યું હતું, જેમાં IIHL અને ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સે ભાગ લીધો હતો. ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સે હરાજીમાં રિલાયન્સ કેપિટલને ખરીદવા માટે રૂ. 9,650 કરોડની બિડ કરી હતી.

રિલાયન્સ કેપિટલ ગ્રાહકોને લગભગ 20 ફાઇનાન્સ સંબંધિત સેવાઓ પૂરી પાડતી હતી. કંપની જીવન વીમા, સામાન્ય વીમા અને આરોગ્ય વીમા સંબંધિત સેવાઓ પ્રદાન કરતી હતી. આ સાથે, કંપનીએ હોમ લોન, કોમર્શિયલ લોન, ઇક્વિટી અને કોમોડિટી બ્રોકિંગ જેવા ક્ષેત્રોમાં પણ સેવાઓ પૂરી પાડી હતી.

(નોંધઃ શેરબજારમાં રોકાણ કરતા પહેલા, તમારા નાણાકીય સલાહકારની મદદ જરૂર લો.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp