11,000 કરોડ રૂપિયાની ઠુકરાવી હતી ઓફર, હવે માત્ર આટલા કરોડમાં વેચવી પડી કંપની

PC: omidyarnetwork.in

કોરોના મહામારી દરમિયાન શાળા-કૉલેજોથી લઈને બધુ જ બંધ થઈ ચૂક્યું હતું. એવામાં કેટલીક કંપનીઓએ ઓનલાઇન પ્લેટફોર્મનો ખૂબ ફાયદો ઉઠાવ્યો હતો. ખાસ કરીને એજ્યુકેશન સેક્ટરની કંપનીઓ  એ તેનો ખૂબ ફાયદો ઉઠાવ્યો હતો. લોકડાઉનમાં એજટેક સ્ટાર્ટઅપ કંપનીઓના લાભનો ગ્રાફ ખૂબ જ તેજીથી ચઢ્યો હતો. જો કે, છેલ્લા કેટલાક સમયથી આ કંપનીઓનો સમય સારો ચાલી રહ્યો નથી. Byju's જેવી કંપની ખૂબ પરેશાનીમાંથી પસાર થઈ રહી છે. આ જ પ્રકારની હાલત કંપની ડાઉટનટની રહી અને તેને ભારે નુકસાની પર વેચવાના સમાચાર સામે આવી રહ્યા છે.

ડાઉટનટ સ્ટાર્ટઅપ કંપનીની હાલત ખૂબ જ ખરાબ છે. એક સમયે આ કંપની ખરીદવા માટે Byju’sએ 11,000 કરોડ રૂપિયાની ઓફર આપી હતી, પરંતુ Byju’s અને ડાઉટનટની ડીલ થઈ શકી નહોતી. જો કે, હવે કંપનીની ખરાબ સ્થિતિના કારણે 83 કરોડ રૂપિયામાં એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટને વેચવી પડી છે. 3 વર્ષમાં આ સ્ટાર્ટઅપની વેલ્યૂ 10,000 કરોડ રૂપિયા ઓછી થઈ ગઈ છે. વર્ષ 2016માં ડાઉટનટને તનુશ્રી નાગોરી અને આદિત્ય શંકરે લોન્ચ કરી હતી. આ બંને ફાઉન્ડર્સે IITથી અભ્યાસ પૂરો કર્યો.

આ સ્ટાર્ટઅપ ફોટોની ઓળખ ટેક્નિક અને મશીન લર્નિંગ પર કામ કરે છે, જેના કારણે એક્સપર્ટ તરફથી ખૂબ પ્રશંસા મળી હતી. કોઈ પણ સાયન્સ અને મેથ્સના સવાલોને દેખાડીને તેમના જવાબ મેળવી શકાતા હતા. આ ટેક્નોલોજીનો ઉપયોગ 3.2 કરોડ યુઝર્સ કરે છે.

એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય કાર્યકારી (CEO) નીતિન કૂકરેજાએ કહ્યું કે, શંકાઓના સમય પર અને પ્રભાવી સમાધાન શિક્ષણમાં મુખ્ય ઉપભોક્તાઓની જરૂરિયાત હોય છે. ડાઉનનટનું પ્લેટફોર્મ અમને પોતાના વિદ્યાર્થીઓ માટે શીખવવાના અનુભવને ખૂબ વધારવાની મંજૂરી પ્રદાન કરશે. એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ પોતાનો પાઠ્યક્રમ અને અનુભવ ડાઉનનટના વિદ્યાર્થી આધાર પર લાવશે.

તો બીજી તરફ એજટેક Byju’sની સમસ્યા એટલી વધી ગઈ છે કે કંપનીના ફાઉન્ડર અને CEO બાયજૂ રવીન્દ્રનને કર્મચારીઓનો પગાર ચૂકવવા માટે પોતાનું ઘર ગિરવે મૂકી દેવું પડ્યું છે. એક સમયે Byju’sની વેલ્યૂ 22 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ હતી, જે હવે 3 બિલિયન ડૉલર પર આવી ચૂકી છે. તેની સાથે જ કંપની પર ઘણા પ્રકારના કેસ પણ ચાલી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp