ખેડૂત આંદોલનની સાઇડ ઇફેક્ટ, રોડ બંધ થવાથી એશિયાના સૌથી મોટા કાપડ માર્કેટ...

PC: hindustantimes.com

ખેડૂત આંદોલન-2ની અસર હવે બિઝનેસ પર જોવા મળી રહી છે. કેમ કે ઘણી જગ્યાઓ પર ખેડૂત મુખ્ય રોડ પર પોતાની માગ લઈને બેઠા છે. રોડ બંધ થવાના કારણે સામાન્ય વ્યક્તિ સાથે સાથે વેપારીઓને પણ પરેશાની થઈ રહી છે. હવે આ આંદોલનની અસર જનતાના ખિસ્સા પર પણ પડવા લાગી ગઈ છે. અંબાલા શહેર સ્થિત એશિયાના સૌથી મોટા કાપડ બજાર સુધી વેપારી પહોંચી શકતા નથી, જેથી ત્યાંના વેપારીઓને રોજ ભારે નુકસાન થઈ રહ્યું છે.

વેપારીઓનું કહેવું છે કે, રોજ તેમને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ઓનલાઇન પેમેન્ટ ચાલી રહ્યું નથી અને રસ્તા બંધ થવાના કારણે પંજાબ, હિમાચલ અને હરિયાણાના ઘણા જિલ્લાઓથી ગ્રાહક આવી શકતા નથી. ઉલ્લેખનીય છે કે MSPની ગેરંટી કાયદાને લઈને ખેડૂતોનું અંબાલા પાસે શંભુ ટોલ પ્લાઝા પર પ્રદર્શન ચાલુ છે, તેનાથી ટોલનો રસ્તો પૂરી રીતે બંધ થઇ ગયો છે, તેનું પરિણામ જનતા ભોગવી રહી છે. દરેક વર્ગ પર આ આંદોલનની અસર જોવા મળી રહી છે.

અંબાલાના કાપડ બજારમાં મોટા ભાગના ગ્રાહક પંજાબ, હિમાચલ અને હરિયાણાના જિલ્લાઓથી આવે છે અને રસ્તા બંધ થવાના કારણે ગ્રાહક પહોંચી શકતા નથી. આ બાબતે વેપારીઓએ જણાવ્યું કે, તેમને આ દિવસોમાં ભારે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. રસ્તા બંધ હોવાના કારણે નવો માલ આવી રહ્યો નથી અને ન તો ગ્રાહક આવી રહ્યા છે. આ દરમિયાન વેપારીઓએ સરકારને અપીલ કરી છે કે ખેડૂતોની યોગ્ય માગ પૂરી કરીને આ આંદોલનને જલદી જ સમાપ્ત કરાવવામાં આવે.

ખેડૂત મોરચાનું કહેવું છે કે સ્વામીનાથન આયોગે 2006માં પોતાના રિપોર્ટમાં સરકરને C2+50ના આધાર પર MSP આપવાનું સૂચન આપ્યું હતું. સ્વામીનાથને પોતાના રિપોર્ટમાં દેશમાં ખાદ્ય અને ન્યૂટ્રિશન સિક્યોરિટી માટે રણનીતિ બનાવવાની ભલામણ કરી હતી. તો MSPની કાયદાકીય ગેરંટી પર રવિવારે ચંડીગઢમાં ખેડૂત નેતાઓ અને 3 કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ચોથા ચરણની બેઠક થઈ હતી. સંયુક્ત ખેડૂત મોરચાએ કેન્દ્ર સરકારના MSPના પ્રસ્તાવને ફગાવી દીધો છે. કેન્દ્ર સરકાર તરફથી MSP પર 5 વર્ષના કોન્ટ્રાક્ટનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp