હવે આ મોટી ડીલમાં સામ-સામે અદાણી અને અંબાણી, રેસમાં 21 અન્ય કંપનીઓ પણ

PC: fortuneindia.com

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ગૌતમ અદાણીની કંપની અદાણી ગ્રુપ સતત પોતાના બિઝનેસને વધારી રહ્યા છે. બંને કંપનીઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા સેક્ટર્સમાં પોતાની પકડ મજબૂત કરી છે અને હવે ગ્રીન સેક્ટરમાં પોતાની ધાક જમાવવા માગે છે. તેને ધ્યાનમાં લઈને બંને કંપનીઓએ ઇલેક્ટ્રોલાઇઝર્સ માટે લિંક ગ્રાન્ટ માટે બોલી લગાવી છે. આ રેસમાં 21 અન્ય કંપનીઓ પણ સામેલ છે.

ભારત સરકારે ગ્રીન હાઈડ્રોજન અને ઇલેક્ટ્રોલાઇઝર્સના પ્રોડક્શન માટે લગભગ 19 હજાર 930 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવા માટે બોલીઓ આમંત્રિત કરી છે. રિલાયન્સ ઇલેક્ટ્રોલાઇઝર મેન્યૂફેક્ચરિંગ, અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ, L&T ઇલેક્ટ્રોલાઇઝર્સ અને ભારત હેવી ઇલેક્ટ્રીકલ્સ સહિત 21 કંપનીઓ ઇલેક્ટ્રોલાઇઝર વિનિર્માણ માટે સરકારને માલ રહેલા આ પ્રોત્સાહન માટે બોલી લગાવી છે.

સત્તાવાર નિવેદન મુજબ, ભારતીય સૌર ઉર્જા નિગમે 1.5 ગીગાવૉટ ઇલેક્ટ્રોલાઇઝર વિનિર્માણ ક્ષમતા સ્થાપિત કરવા માટે પ્રોત્સાહન બોલી લગાવી છે. ઉલ્લેખનીય છે કે ઇલેક્ટ્રોલાઇઝરનો ઉપયોગ હાઈડ્રોજન ઉત્પાદનમાં કરવામાં આવે છે. આ યોજના હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અદાણી ગ્રુપ સિવાય હિલ્ડ ઇલેક્ટ્રિક પ્રાઇવેટ ઓહમિયમ ઓપરેશન્સ, જોન કોકરીલ ગ્રીનકો હાઈડ્રોજન સોલ્યૂશન્સ, વારી એનર્જીસ, જિંદલ ઈન્ડિયા, અવાદા ઇલેક્ટ્રોલાઇઝર્સ, ગ્રીન H2 નેટવર્ક ઈન્ડિયા, અદ્વેત ઇન્ફ્રાટેક, ACME ક્લીનટેક, ઓરિયાના પાવર, મેટ્રીક્સ ગેસ એન્ડ રિન્યૂએબલ્સ, HHP સેવન, હોમીહાઈડ્રોજન, ન્યૂટ્રેસ, સી ડૉક્ટર એન્ડ કંપની, પ્રતિષ્ણા એન્જિનિયર્સ અને લિવહાય એનર્જી કંપનીઓ સામેલ છે.

14 કંપનીઓ 5.53 લાખ ટન ગ્રીન હાઈડ્રોજન ક્ષમતા ઉત્પાદન માટે અપ્લાઈ કર્યા છે, જ્યારે 4.5 લાખ ટન ક્ષમતા માટે જ બોલીઓ આમંત્રિત કરવામાં આવી હતી. તેમાં ટોરેન્ટ પાવર, રિલાયન્સ ગ્રીન હાઈડ્રોજન અને ભારત પેટ્રોલિયમ જેવી ઘણી કંપનીઓ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, ઘણી કંપનીઓએ સાર્વજનિક રૂપે પોતાની હાઈડ્રોજન વિનિર્માણ યોજનાઓની પણ જાહેરાત કરી છે. જો કે, દેશમાં ઇલેક્ટ્રોલાઇઝર વિનિર્માણ અત્યારે પણ શરૂઆતી સ્તર પર છે અને મોટા ભાગના હાઈડ્રોજન નિર્માણ ઇલેક્ટ્રોલાઇઝના નિર્માતા ઇલેક્ટ્રોલાઇઝર હાંસલ કરવા માટે આયાત પર નિર્ભર છે. ઇલેક્ટ્રોલાઇઝર હાઈડ્રોજન નિર્માણમાં એક પ્રમુખ ઘટક હોય છે, જેનો ઉપયોગ પાણીના અણુને વિભાજિત કરવા અને હાઈડ્રોજનનું ઉત્પાદન કરવા માટે કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp