અદાણી ગ્રુપની બીજી મોટી છલાંગ... આટલા રૂપિયામાં નવી કંપની ખરીદી

PC: telugu.goodreturns.in

અદાણી ગ્રૂપની દિગ્ગજ કંપની અદાણી એન્ટરપ્રાઈઝની સંયુક્ત સાહસ કંપની એપ્રિલ મૂન રિટેલ પ્રા. લિ.એ મોટો સોદો કર્યો છે. એપ્રિલ મૂન રિટેલ કોકોકાર્ટ વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડમાં 74 ટકા હિસ્સો ખરીદવા જઈ રહી છે. આ ડીલ માટે અદાણી ગ્રુપ 200 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ માહિતી અદાણી એન્ટરપ્રાઇઝે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આપી હતી. આ સમાચાર પછી અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં નજીવો વધારો જોવા મળ્યો હતો.

અદાણી એન્ટરપ્રાઇઝિસ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, 'અમે તમને જણાવવા માંગીએ છીએ કે, અદાણી એન્ટરપ્રાઇઝની સંયુક્ત સાહસ કંપની એપ્રિલ મૂન રિટેલ પ્રાઇવેટ લિમિટેડએ 27 સપ્ટેમ્બર, 2024ના રોજ કોકોકાર્ટ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ (CVPL) અને CVPLના વર્તમાન શેરધારકો એટલે કે કરણ આહુજા અને અર્જુન આહુજા સાથે શેર ખરીદી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કંપનીની શરૂઆત વર્ષ 2020માં કરવામાં આવી હતી. CVPLમાં 74 ટકા હિસ્સો મેળવવા માટે કંપનીના શેર હસ્તગત કરવામાં આવશે.

કોકોકાર્ટ વેન્ચર્સ વિશે વાત કરીએ તો, તે છૂટક અને જથ્થાબંધ બંને પ્રકારના માલસામાનની ખરીદી, વેચાણ, લેબલીંગ, રીલેબલીંગ, પુનઃવેચાણ, આયાત, નિકાસ, પરિવહન, સંગ્રહ, પ્રમોશન, માર્કેટિંગ અથવા પુરવઠાના વ્યવસાયમાં સંકળાયેલું છે. છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીનું ટર્નઓવર રૂ. 99.63 કરોડ (FY23), રૂ. 51.61 કરોડ (FY22) અને રૂ. 6.89 કરોડ (FY21) હતું.

કંપની દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, એક્વિઝિશન 31 ઓક્ટોબર, 2024 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. કોકોકાર્ટ વેન્ચર્સના સંપાદન ઉપરાંત, અદાણી દહાણુ થર્મલ પાવર સ્ટેશન (ADTPS)એ જણાવ્યું હતું કે, અદાણી ઇલેક્ટ્રિક મુંબઈએ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની નોર્થ મહારાષ્ટ્ર પાવર લિમિટેડ સાથે બિઝનેસ ટ્રાન્સફર કરાર કર્યો છે. દહાણુ પાવર પ્લાન્ટ મહારાષ્ટ્રમાં સ્થિત એક 500 મેગાવોટ કોલસા આધારિત પાવર પ્રોજેક્ટ છે.

અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝે જૂન 2024ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 116 ટકા વધીને રૂ. 1,454 કરોડ નોંધ્યો હતો. એક વર્ષ પહેલા આ સમયગાળા દરમિયાન આ રૂ. 674 કરોડ હતો. આ સમયગાળા દરમિયાન પ્રોજેક્ટસમાંથી આવક 12 ટકા વાર્ષિક ધોરણે વધીને રૂ. 25,472 કરોડ થઈ છે, જે ગયા વર્ષના આ જ સમયગાળામાં રૂ. 22,644 કરોડ હતી.

તાજેતરમાં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે સંપૂર્ણ માલિકીની પેટાકંપનીની જાહેરાત કરી છે. આ કંપની બિઝનેસ અને મેનેજમેન્ટ કન્સલ્ટિંગ સેવાઓ પ્રદાન કરશે. તાજેતરમાં, કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, અદાણી GCC પ્રાઇવેટ નામની સબસિડિયરી કંપની 24 સપ્ટેમ્બરના રોજ સામેલ કરવામાં આવી હતી અને તેનું પ્રમાણપત્ર 25 સપ્ટેમ્બરના રોજ મળ્યું હતું. અમદાવાદમાં નોંધાયેલ અદાણી GCC બિઝનેસ ટ્રાન્સફોર્મેશન અને બેક ઓફિસ સેવાઓ પ્રદાન કરશે. આમાં ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ, HR, IT સેવાઓ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ડેટા એન્ટ્રી પ્રોસેસિંગ સંબંધિત સેવાઓનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp