રામ મંદિર ઉદ્વાટન અગાઉ 50 ટકાથી વધુ ચઢ્યા આ શેર,જાણો અયોધ્યા સાથે શું છે કનેક્શન

PC: etmoney.com

22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્વઘાટન થવા જઇ રહ્યુ છે. તેની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ CNBC બજારના સુમિતે એ કંપની બાબતે જણાવ્યું જેમની રામ મંદિર નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા રહી છે. એ કંપનીનું નામ છે અપોલો સિંદૂરી. અપોલો સિંદૂરીના અયોધ્યા કનેક્શનની વાત કરતા સુમિતે જણાવ્યું કે, કંપની હૉસ્પિટાલિટીનો કારોબાર કરે છે. કંપની કેટરિંગ, મેનેજમેન્ટ સર્વિસિસ, રેસ્ટોરાંમાં કારોબાર કરે છે.

કંપની અયોધ્યાના ટેઢી બજારમાં મલ્ટી લેવલ પાર્કિંગ બનાવી રહી છે. એટલું જ નહીં કંપની પાર્કિંગ ઉપર એક હૉટલ અને રૂફટોપ રેસ્ટોરાં પણ બનાવશે. હૉટલમાં 1000 ભક્ત રોકાઈ શકે છે. અપોલો સિંદૂરી 80ના NE મલ્ટિપલ પર પહોંચી ચૂકી છે. શેર 2 અઠવાડિયામાં જ 50 ટકા કરતા વધુ ચઢ્યા છે. કંપનીના હાલના ગ્રાહકોની લિસ્ટ પર નજર નાખીએ તો વિપ્રો, અપોલો હૉસ્પિટલ, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા ગ્રુપ, એમિટી યુનિવર્સિટી અને TAFE જેવા દિગ્ગજ નામ સામેલ છે.

સ્ટૉક્સની ચાલ પર નજર નાખીએ તો 1 અઠવાડિયામાં આ શેરે 28.94 ટકાની જોરદાર છલાંગ લગાવી છે, જ્યારે 1 મહિનામાં તેમાં 49.46 ટકાનો ઉછાળ જોવા મળ્યો છે. તો 3 મહિનામાં અત્યાર સુધી તે 42.19 ટકા ચઢ્યા છે. જાન્યુઆરી 2023માં અત્યાર સુધી સ્ટોકે 55.43 ટકાની જોરદાર રિટર્ન પોતાના રોકાણકારોને આપ્યું છે. તો 1 વર્ષમાં 84.53 ટકા અને 3 વર્ષોમાં 308.86 ટકાની તેજી નજરે પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટેડ છે.

જો કે, આજે શેરોમાં દબાવ જોવા મળી રહ્યો છે. 10.55 વાગ્યાની અપોલો સિંદૂરી હૉટેલ્સના શેર NSE પર 201.60 રૂપિયા એટલે કે 7.98 ટકાના ઘટાડા પર કારોબાર કરી રહ્યો હતો. સ્ટોકનો ડે હાઇ 2565.65 રૂપિયા પર છે, જ્યારે ડે લો 2275.10 રૂપિયા પર છે. સ્ટોકનો 52 વીક હાઇ 2652.00 રૂપિયા છે, જ્યારે 52 વીક લો 1020.00 રૂપિયા પર છે. વર્તમાનમાં સ્ટોકનું 40,419 વોલ્યૂમ છે. 15 જાન્યુઆરીના રોજ શેર 2564 રૂપિયા પર ખૂલ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp