અરુણ ગોવિલ મેરઠથી ચૂંટણી લડશે, રામાયણના રામ કેટલા અમીર છે, જાણો કુલ સંપત્તિ

PC: timesnowhindi.com

BJPએ મેરઠ સીટ પરથી TV સીરિયલ 'રામાયણ'માં રામનું પાત્ર ભજવનારા અરુણ ગોવિલને મેદાનમાં ઉતાર્યા છે. અરુણ ગોવિલ TV સિરિયલ 'રામાયણ'ના ટેલિકાસ્ટ પછી દેશભરમાં જાણીતા થઈ ગયા હતા. સ્થિતિ એવી હતી કે, લોકો પોતાના ઘરોમાં તેમની તસવીર રાખીને રામના રૂપમાં તેમની પૂજા કરવા લાગ્યા હતા. અરુણ ગોવિલનો જન્મ 12 જાન્યુઆરી 1958ના રોજ મેરઠ જિલ્લામાં થયો હતો, પરંતુ તેમનું બાળપણ શાહજહાંપુરમાં વીત્યું હતું.

અરુણ ગોવિલે TV સીરિયલ 'રામાયણ' સિવાય ઘણી સિરિયલો અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ તેઓ રામાયણના રામના પાત્રને કારણે પ્રખ્યાત થયા હતા. ફિલ્મો અને સિરિયલોમાં પાત્રો ભજવનાર અરુણ ગોવિલ હવે રાજકારણમાં પોતાની સફર શરૂ કરવા જઈ રહ્યા છે. ચાલો જાણીએ કે, અરુણ ગોવિલની નેટવર્થ કેટલી છે અને તેઓ 'રામાયણ'ના એક એપિસોડ માટે કેટલા પૈસા લેતા હતા.

અરુણ ગોવિલે રામાયણ પછી ઘણી સિરિયલો અને ફિલ્મો (અરુણ ગોવિલ મૂવીઝ)માં કામ કર્યું છે. 'વિક્રમ ઔર બૈતાલ'થી લઈને તાજેતરની ફિલ્મ 'આર્ટિકલ 370' સુધી તેઓ જોવા મળ્યા છે. વર્ષ 1979માં અરુણ ગોવિલની બે ફિલ્મો 'સાવન કો આને દો' અને 'સાંચ કો આંચ નહીં' પણ આવી હતી. તેમની પહેલી ફિલ્મ 'પહેલી' 1977માં આવી હતી. આ પછી અરુણ ગોવિલે 'લવ કુશ', 'સસુરાલ', 'શિવ મહિમા', 'ગંગા ધામ', 'જુદાઈ', 'જિયો તો ઐસે જિયો', 'રાધા ઔર સીતા', 'મુકાબલા', 'હુકુસ બુકસ', 'OMG 2' અને 'Article 370' જેવી ઘણી ફિલ્મો કરી હતી.

અરુણ ગોવિલના પિતા ચંદ્ર પ્રકાશ ગોવિલ સરકારી અધિકારી હતા. આવી સ્થિતિમાં તેઓ ઈચ્છતા હતા કે, તેમનો પુત્ર તેમની જેમ સરકારી નોકરી કરે. જોકે, અરુણનું સપનું કંઈક બીજું જ કરવાનું હતું. તેમણે એકવાર કહ્યું હતું કે, તે કંઈક એવું કરવા માંગે છે, જેના દ્વારા લોકો તેમને યાદ કરે. તેઓ પોતાની અલગ ઓળખ બનાવવા માંગતા હતા. અરુણ ગોવિલને 4 ભાઈઓ અને 2 બહેનો છે. તેમના મોટા ભાઈ વિજય ગોવિલે અભિનેત્રી તબસ્સુમ સાથે લગ્ન કર્યા હતા. અરુણ ગોવિલે શ્રીલેખા સાથે લગ્ન કર્યા હતા. અરુણ ગોવિલના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે.

રામાયણના રામે પ્રારંભિક શિક્ષણ મેરઠથી લીધું હતું. તેમણે મેરઠની ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો. આ પછી અરુણ થિયેટર અને એક્ટિંગની દુનિયામાં આવ્યા. વર્ષ 1975માં અરુણ મુંબઈ આવ્યા અને તેમના ભાઈ સાથે રહેવા લાગ્યા. આ પછી તેમને વિક્રમ બૈતાલનો શો મળ્યો અને પછી રામાયણમાં રામનો રોલ મળ્યો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરુણ ગોવિલને 'રામાયણ'ના દરેક એપિસોડ માટે લગભગ 51 હજાર રૂપિયાની ફી મળતી હતી. રામાયણના કુલ 81 એપિસોડ હતા. આવી સ્થિતિમાં તેમને રામાયણ માટે 40 લાખ રૂપિયાથી વધુ રકમ મળી હશે. આ પછી તેમણે 'ઓહ માય ગોડ 2' ફિલ્મ માટે 50 લાખ રૂપિયા લીધા હતા.

રિપોર્ટ્સ અનુસાર, અરુણ ગોવિલની કુલ સંપત્તિ 38 કરોડ રૂપિયા છે. વર્ષ 2022માં તેમણે લગભગ 60 લાખ રૂપિયાની લક્ઝરી કાર પણ ખરીદી છે. આ સિવાય તેમની પાસે મુંબઈમાં એક આલીશાન ઘર છે. તેમની વાર્ષિક આવક 4 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે, તેમના આવકના સ્ત્રોત અભિનય અને જાહેરાતો પર નિર્ભર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp