આશિષ કચોલિયા અને મુકુલ અગ્રવાલ ફેમિલીએ આ સ્ટોકમાં બનાવી મોટી પોઝિશન

PC: navbharattimes.indiatimes.com

શેરબજારના દિગ્ગજ રોકાણકાર આશિષ કચોલિયાએ સ્મોલકેપ મલ્ટીબેગર એક સ્ટોકમાંમાં 1.9 ટકા હિસ્સો ખરીદ્યો છે, જ્યારે મુકુલ અગ્રવાલની પત્ની મધુલિકા અગ્રવાલે 31 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં આ જ કંપનીમાં 1.80 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ બે દિગ્ગજ રોકાણકારોએ એક સ્ટોકમાં મોટી પોઝિશન ઉભી કરી છે જેને કારણે જાણકારોનું માનવું છે કે રિટેલ ઇન્વેસ્ટર પણ આ સ્ટોકમાં રોકાણ કરીને કમાણી કરી શકે છે.

આશિષ કચોલિયા અને મધુલિકા અગ્રવાલે ટેનફેકના શેરોમાં મોટા પાયે ખરીદી કરી છે. આશિષે 1.9 ટકા અને મધુલિકાએ 1.8 ટકા હિસ્સેદારી ખરીદી છે. દિગ્ગજ રોકાણકારોની પોઝિશન પછી આ સ્ટોક ભારે ચર્ચામા છે. સારા રેકોર્ડ સાથેના આ શેરમાં નવેમ્બર મહિનામાં બ્રેકઆઉટ થયો હતો અને ત્યારથી આ સ્ટોક અપટ્રેન્ડમાં છે. આ બ્રેક આઉટ પહેલા આ સ્ટૉકમાં લાંબું કોન્સોલિડેશન હતું, જેના કારણે આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી હતી.

 

મુકુલ અગ્રવાલ

ટેનફેકનો શેર 17 માર્ચ 2023થી માંડીને આજ સુધીમાં 217 ટકા જેટલો વધી ગયો છે. આ શેર 4 ડિસેમ્બર 2023ના દિવસે શેરનો ભાવ 875 રૂપિયાના નીચલા સ્તરે પહોંચી ગયો હતો એ પછી 2778.70ના ઉચલા સ્તરે પહોંચી ગયો હતો.
કચોલિયા અને અગ્રવાલ દ્વારા ટેનફેક ઈન્ડસ્ટ્રીઝમાં હિસ્સો માર્ચ અને સપ્ટેમ્બર 2023 વચ્ચે ખરીદવામાં આવ્યો હતો. જે સ્ટોકમાં 120 ટકાનીની તેજી પછી આવ્યો હતો. ઓક્ટોબર-ડિસેમ્બર મહિનાના ત્રિમાસિક ગાળામાં આ કંપનીનો નફો લગભગ 40 ટકા હતો.

અત્યારે ટેનફેક ઇન્ડસ્ટ્રીના શેરનો ભાવ તેની 52-સપ્તાહની ટોચથી 16 ટકા દૂર ટ્રેડ કરી રહ્યું છે કારણ કે રોકાણકારોએ મજબૂત તેજી પછી શેરમાં નફો બુક કર્યો છે. શુક્રવારે, NSE પર ટેન્ફેકનો શેર 4 ટકા ઘટીને રૂ. 2,380ની દિવસની નીચી સપાટીએ પહોંચ્યો હતો. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન અંદાજે રૂ. 2,388 કરોડ છે.

ટેનફેક કંપની એ ઉત્તમ ટ્રેક રેકોર્ડ ધરાવે છે અને એક વર્ષમાં તેના રોકાણકારોને 164 ટકા વળતર આપ્યું છે. જો છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો આ શેરમાં રોકાણકારોને એક હજાર ટકાથી વધુ વળતર મળ્યું છે.

આ શેરમાં અનુભવી રોકાણકારોની એન્ટ્રી મોટી તેજી પછી થઈ છે, જો કે, આ સ્તરે પણ અન્ય રોકાણકારોની સાથે રિટેલ રોકાણકારો પણ આ શેરમાં પોઝિશન બનાવી શકે છે. જોકે, રોકાણકારો આગામી દિવસોમાં આ શેરમાં ચાલતી ચાલ પર નજર રહેશે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp