એરપોર્ટ પર અશ્નીર ગ્રોવર અને માધુરી જૈનને રોકવામાં આવ્યા, ન્યૂયોર્ક નીકળવાનો..

PC: freepressjournal.in

ફિનટેક ફાર્મ BharatPeના કો-ફાઉન્ડર અશ્નીર ગ્રોવર અને તેમની પત્ની માધુરી જૈનને દેશ છોડીને જતા રોકવામાં આવ્યા છે. આ બંને વિરુદ્ધ લુક આઉટ સર્ક્યૂલર (LOC)ના આધાર પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ દંપતી ગુરુવારે ન્યૂયોર્ક જવા માટે રવાના થઈ રહ્યું હતું, ત્યારે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યા.

દિલ્હી પોલીસની ઈકોનોમિક ક્રાઇમ બ્રાન્ચ (EOW)ના અનુરોધ પર અશ્નીર ગ્રોવર અને તેમની પત્ની માધુરી જૈન વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરી હતી. આ અગાઉ જૂન મહિનામાં ઈકોનોમિક ક્રાઇમ બ્રાન્ચના પૈસાના કથિત દુરુપયોગ અને BharatPe ચલાવનારી રેજિલિએન્ટ ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડને 81 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવાના આરોપમાં આ દંપતી સિવાય પરિવારના કેટલાક અન્ય સભ્યો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ, ઈકોનોમિક ક્રાઇમ બ્રાન્ચ મુજબ, BharatPeના સંચાલનમાં કથિત નાણાકીય અનિયમિતતાઓનો ખુલાસો થયો છે. ગ્રોવરના પરિવાર સાથે જોડાયેલી 8 HR કન્સલ્ટેન્સી કંપની, ટીમ સોર્સ અને ઇમ્પલ્સ માર્કેટિંગે બંધ બેંક ખાતાઓ સાથે બિલ દેખાડ્યા, જે ચલણના સંભવિત છેતરપિંડીના સંકેત આપે છે. તપાસથી ખબર પડી કે, આ અલગ-અલગ સંસ્થાઓએ એક જ રજિસ્ટર્ડ એડ્રેસ શેર કર્યો, જેનાથી તેમની વૈદ્યતા અને સ્વતંત્રતા બાબતે ચિંતાઓ ઉત્પન્ન થઈ રહી છે. આ સંભવતઃ હિતોના ટકરાવનો સંકેત આપી રહ્યા છે. આ દરમિયાન અશ્નીર ગ્રોવરે એક ટ્વીટમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના પૂર્વ ચેરમેન રજનીશ અગ્રવાલ પર કટાક્ષ કર્યો.

રજનીશ ગ્રોવરે એક ટ્વીટમાં કહ્યું કે, ‘શરૂઆતથી એક મોટો બિઝનેસ બનાવવાનું સૌથી મુશ્કેલ કામ છે. કોઈ બિઝનેસને વારસામાં મેળવવો અને તેને એ સ્તર પર ચલાવવું પણ મુશ્કેલ છે. શાબાશ, રજનીશ કુમાર. મને શંકા છે કે ચેરમેનના રૂપમાં SBIમાં 8 અબજ ડૉલર અને BharatPeમાં 3 અબજ ડૉલર બરબાદ કરવાનો તમારા વર્લ્ડ રેકોર્ડ મારી વિરુદ્ધ કેસોનો ધુમ્મસ હોય શકે છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે અશ્નીર ગ્રોવરે SBIના પૂર્વ ચેરમેન રજનીશ કુમારની BharatPeમાં હાયરિંગને સૌથી મોટી ભૂલ બતાવી હતી. SBIના પૂર્વ ચેરમેન રજનીશ કુમાર BharatPeના બોર્ડ ઓફ ડિરેક્ટરના ચેરમેન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp