અયોધ્યાનું રામ મંદિર નાગર શૈલીમાં બન્યું છે, આર્ટિટેક્ટે કહ્યું- આશા નહોતી કે..

PC: indianexpress.com

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેકની સમગ્ર દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. ભગવાન રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના દિવસે થવાની છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યકર્મમાં ખાસ હાજર રહેવાના છે.

કોર્ટના અનેક ચક્કર, અજોડ સંઘર્ષ અને વર્ષોની ધીરજ બાદ આખરે રામ લલ્લા પોતાના જન્મસ્થળ પર બિરાજમાન માટે તૈયાર થઈ રહ્યા છે, પરંતુ આ સંઘર્ષ કેટલો મોટો હતો, રામ મંદિરનો નકશો કેવી રીતે બન્યો અને આ ઐતિહાસિક રામ મંદિર કઈ શૈલીમાં બન્યું? રામ મંદિરનો નકશો બનાવવામાં મહત્વનો ફાળો આપનાર અમદાવાદના આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાએ મીડિયાને આખી વાત જણાવી હતી.

વર્ષોના સંઘર્ષ પછી આખરે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે અને 22 જાન્યુઆરી 2024ના દિવસે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્મ જાહેર કરી દેવામાં આવ્યો છે.માત્ર અયોધ્યા કે ઉત્તર પ્રદેશના લોકો જ નહીં, પંરતુ આખો દેશ આતુરતા પૂર્વક રામલ્લાના બિરાજવાની રાહ જોઇ રહ્યો છે.

અયોધ્યામાં નિર્માણ પામેલા રામ મંદિરની ડિઝાઇન ગુજરાતના અમદાવાદના આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાએ બનાવી છે.

તેમણે કહ્યું કે અયોધ્યાનું રામ મંદિર એ ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં જે શૈલી ફેમસ છે તેવી નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે પહેલાં જે પ્રમાણે મંદિરનો ઢાંચો હતો એ જોતા અમને લાગતું નહોતું કે અહીં મંદિર બનશે.

તેમણે કહ્યું કે લગભગ પાંત્રીસેક વર્ષ પહેલાં વિશ્વ હિંદુ પરિષદના નેતા અશોક સિંઘલ મને અયોધ્યા લઇ ગયા હતા અને કહ્યુ હતું કે, અહીં રામ મંદિર બનાવવાનું છે. તે વખતે મંદિરનું માપ પણ લેવા દેતા નહોતા. અમે પગથી માપ લઇને ત્રણેક મોડલ બનાવ્યા, જેમાંથી એક મોડલ સિંઘલે પસંદ કર્યું અને એ પછી તો દેશના લોકોને પણ એવું જ લાગ્યું કે આ જ મોડલ પર મંદિર બનવું જોઇએ. એ પછી સિંઘલે આ મોડલ પર કામ કરવા કહ્યું.

પરંતુ એ પછી તો કામ સાવ ઠપ્પ થઇ ગયું હતું. જ્યારે કોર્ટનો ચુકાદો આવ્યો પછી રામ મંદિર ઝડપથી બનાવવા માટે કહેવામાં આવ્યું અને જે ડિઝાઇન હતી તેના કરતા મોટું બનાવવા કહેવામાં આવ્યું.

સોમપુરાએ કહ્યું કે,અયોધ્યા રામ મંદિર એ દેશના સૌથી મોટા મંદિરોમાંનું એક હશે. તેમણે કહ્યુ કે, આ મંદિરમાં 5 મંડપ બનાવવામાં આવ્યા છે. ગૂઢ મંડપ, રંગ મંડપ, નૃત્ય મંડપ, પ્રાર્થના મંડપ અને કિર્તી મંડપ. મંદિરનું ગર્ભગૃ 20 બાય 20 ફુટમાં બનાવવામાં આવ્યું છે અને અષ્ટકોણ છે.ભગવાન વિષ્ણુના 8 અવતારો મુજબ બનાવાવમાં આવ્યું છે.

આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાએ કહ્યું કે, મંદિરનું 50 ટકા કામ તો પુરુ થઇ ગયું છે અને જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે અને રામ લલ્લા મંદિરમાં બિરાજશે ત્યારે અમને સૌથી વધારે ખુશી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp