બાપ ઓફ ચાર્ટ વાળા યુટ્યૂબર અંસારીને 17 કરોડનો દંડ

PC: twitter.com

શેરબજારનું નિયમન કરતી સંસ્થા સિક્યોરીટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)એ યુટયુબ ચેનલ ‘બાપ ઓફ ચાર્ટ’ અને તેના માલિક મોહમંદ નસીરુદ્દીન અંસારી પર 25 ઓકટોબરથી પ્રતિબંધ મુકી દીધો છે અને 17.20 કરોડ રૂપિયા 15 દિવસમાં જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અંસારીની યુટ્યુબ ચેનલ (@Baapofchart) પાસે 4.43 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ તે બાપ ઓફ ચાર્ટ ઓપ્શન હેજિંગ નામનું ટેલિગ્રામ જૂથ/ચેનલ પણ ચલાવે છે, જેના લગભગ 53,000 સબસ્ક્રાઇબર્સ છે. સેબીએ જણાવ્યું હતું કે 'baapofchart' ના Instagram અને X એકાઉન્ટ્સ અનુક્રમે 59,000 અને 78,000 ફોલોઅર્સ ધરાવે છે. તેની વોટ્સએપ ચેનલના 13,000 થી વધુ ફોલોઅર્સ છે.

સેબીની તપાસમાં જાણવા મળ્યું કે અંસારીએ બંચના પ્લેટફોર્મ અને મોબાઈલ એપ્સ શેરબજારના કોર્સના બહાને બિન-નોંધાયેલા રોકાણ સલાહકાર પ્રવૃત્તિઓમાંથી પ્રાપ્ત ફી તરીકે ગણવામાં આવે છે. આ ફી પરત કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp