આ કંપનીનો 7000 કરોડ રૂપિયાનો IPO આવી રહ્યો છે, માલામાલ કરી શકે છે

PC: business-standard.com

બજાજ ફાઇનાન્સની સબ્સિડિયરી બજાજ હાઉસિંગ ફાઇનાન્સ IPO લઈને આવવાની છે. કંપનીનો IPO લગભગ 7 હજાર કરોડ રૂપિયાનો હશે. IPO લાવવા માટે કંપનીએ માર્કેટ રેગ્યૂલેટર SEBIને દસ્તાવેજ સોંપી દીધા છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા SEBIને આપવામાં આવેલા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ (DRHP) મુજબ આ IPOમાં 4 હજાર કરોડ રૂપિયાના ફ્રેશ ઇક્વિટી શેર જાહેર કરવામાં આવશે. એ સિવાય કંપની લગભગ 3 હજાર કરોડ રૂપિયા ઓફર ફોર સેલ (OFS) રુટના માધ્યમથી ભેગા કરવાનો પણ પ્રયાસ કરશે.

IPOની સાઇઝ લગભગ 7 હજાર કરોડ રૂપિયા રહેવાની છે. એક દિવસ અગાઉ બજાજ હાઉસિંગ ફાઇનાન્સના બોર્ડે કંપનીના લિસ્ટિંગ પ્લાનને મંજૂરી આપી હતી. આ IPOના માધ્યમથી બજાજ ફાઇનાન્સ લગભગ 3 હજાર કરોડ રૂપિયા મૂલ્યના પોતાના શેર પણ વેચશે. બજાજ ફાઇનાન્સ પાસે પોતના સબ્સિડિયરી બજાજ હાઉસિંગ ફાઇનાન્સની 100 ટકા હિસ્સેદારી છે. IPOથી મળતા પૈસાથી કંપની પોતાનો બિઝનેસ વધારવાનો પ્રયાસ કરશે. આ પૈસાથી તેની પૂંજીગત જરૂરિયાતો પણ પૂરી થઈ જશે.

https://khabarchhe.com/uploads/mc_path/17179120714.jpg

સપ્ટેમ્બર 2022માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 15 અપર લેયર NBFCની લિસ્ટ જાહેર કરી હતી. તેની લોન બૂક 50 હજાર કરોડ રૂપિયાથી ઉપર હતી. RBI નિયમો મુજબ આ બધી NBFC સપ્ટેમ્બર 2025 સુધી સ્ટોક માર્કેટમાં લિસ્ટ થવાનું છે. આ જ કારણ છે કે બજાજ ફાઇનાન્સે પોતાના સબ્સિડિયરીનો IPO લાવવાનો નિર્ણય લીધો છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સનું નેટ પ્રોફિટ નાણાકીય વર્ષ 2024માં 38 ટકાથી વધીને 1731 કરોડ રૂપિયા રહ્યો હતો. કંપની હોમ લોન અને લોન અગેંસ્ટ પ્રોપર્ટી જેવી પ્રોડક્ટ ચલાવે છે. કંપનીના કુલ લોનમાં હોમ લોનનો હિસ્સો લગભગ 57.8 ટકા હતો.

https://khabarchhe.com/uploads/mc_path/17179120715.jpg

બજાજ હાઉસિંગ ફાઇનાન્સે પોતાના IPO માટે કોટક મહિન્દ્રા કેપિટલ, એક્સિસ કેપિટલ, BofA સિક્યોરિટીઝ, JM ફાઇનાન્શિયલ અને SBI કેપિટલને સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. હાલમાં જ હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરથી 2 કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ થઈ છે. તેમાં બ્લેકટોકનના રોકાણવાળી આધાર હાઉસિંગ ફાઇનાન્સ અને વેસ્ટબ્રિજના રોકાણવારી ઈન્ડિયા શેલ્ટર ફાઇનાન્સ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp