આ શું? આ 99 ટકા તૂટી ગયા અમેરિકન કંપનીના શેર, પછી સત્ય આવ્યું સામે

PC: cnbc.com

અમેરિકન શેર બજારમાં અચાનક કંઈક એવું થયું કે દિગ્ગજ રોકાણકાર આ દુનિયાના ટોપ-10 અબજપતિઓમાં સામેલ વોરેન બાફેટની કંપની Berkshire Hathawayના શેર પૂરી રીતે ડાઉન થઈ ગયા અને જોત જોતમાં 99 ટકા સુધી તૂટી ગયા. રોકાણકારો સહિત સ્ટોક એક્સચેન્જ પણ એ જોઈને હેરાન રહી ગયું. ત્યારબાદ ઇમરજન્સીમાં આ શેરનો કારોબાર પણ રોકી દેવામાં આવ્યો. આવો સમજીએ શું છે આખો મામલો.

અબજપતિ વોરેન બાફેટની કંપની Berkshire Hathaway અમેરિકાની દિગ્ગજ કંપની છે અને તેના શેર ક્લાસ-A કેટેગરીમાં આવે છે. કંપનીમાં બાફેટની 38 ટકા મેજોરિટી હિસ્સેદારી છે. સોમવારે શેરમાં કારોબાર દરમિયાન અચાનક ફોલ થવાનું શરૂ થયો અને થોડા જ સમયમાં 99 ટકા સુધી ડાઉન થઈ ગયો. આ મામલે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જનું કહેવું છે કે આ શેરમાં કારોબાર રોકી દેવામાં આવ્યો છે.

આ મામલે ન્યૂયોર્ક એક્સચેન્જે તેણે ટેક્નિકલી ગરબડી કરાર આપ્યો. સ્ટોકની અપર એન્ડ લોઅર લિમિટ સાથે સંબંધિત ટેક્નિકલ ઇશ્યૂની તપાસ થઈ રહી છે. રિપોર્ટ્સ મુજબ, આ પ્રકારની ટેક્નિકલી ગરબડી એક અઠવાડિયામાં બીજી વખત જોવા મળી છે અને ન માત્ર વોરેન બાફેટની કંપની Berkshire Hathaway, પરંતુ Barrick Gold અને Nuscale Powerના સ્ટોક્સમાં પણ કંઈક આ પ્રકારની પરેશાની સામે આવી હતી.

Berkshire Hathaway કંપનીનો સૌથી વધારે કારોબાર અમેરિકામાં છે, તેની બિઝનેસ પ્રોપર્ટી, ઈન્શ્યોરન્સ, એનર્જી, ફ્રેટ રેલ ટ્રાન્સપોર્ટેશન, ફાઇનાન્સ, મેન્યૂફેક્ચરિંગ, રિટેલિંગ સેક્ટર સાથે જોડાયેલી છે. આ કંપનીની શરૂઆત 1939માં થઈ હતી અને દિગ્ગજ રોકાણકાર વોરેન વાફેટે વર્ષ 1965માં Berkshire Hathaway ખરીદી હતી. ઉલ્લેખનીય છે કે વોરેન બાફેટ દિગ્ગજ રોકાણકાર હોવા સાથે જ દુનિયાના ટોપ અમીરોમાં સામેલ છે.

બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઇન્ડેક્સ મુજબ વોરેન વારેટનું કુલ નેટવર્થ 138 અબજ ડોલર છે અને એટલી સંપત્તિ સાથે તેઓ ટોપ-10 બિલેનિયર્સની લિસ્ટમાં 9માં નંબર પર છે. છેલ્લા 24 કલાકમાં તેમના નેટવર્થમાં 1.11 અબજ ડોલરનો ઉછાળ આવ્યો છે. એટલું જ નહીં વોરેન વાફેટ આ વર્ષે 2024માં અત્યાર સુધી સૌથી વધુ કમાણી કરનારા અબજપતિઓમાં સામેલ છે અને તેમની સંપત્તિમાં આ અવધિ દરમિયાન 18.4 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp