બિઝનેસમેનનો મોટો દાવો, જો આવું થયું તો 50 ટ્રિલિયન ડોલર થઇ જશે ભારતની GDP

PC: indiatvnews.com

ભારતના દિગ્ગજ બિઝનેસમેને એક મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ભારતને 2047 સુધીમાં ટેક્નિકલ આઝાદી મળી શકે છે. તેમણે ભારતની GDPને લઇને પણ મોટી જાહેરાત કરી છે. Olaના CEO ભાવિશ અગ્રવાલે ભારતના વિકાસ માટે પોતાનું વિઝન શેર કર્યું છે. તેમણે દાવો કર્યો કે, આર્થિક વિકાસ દરને 8 ટકાથી વધારીને 12 ટકા કરવાથી ભારત 2047 સુધી 50 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની શકે છે. તેમણે કહ્યું કે, આ લક્ષ્યને હાંસલ કરવા માટે હાઇ ટેક્નોલોજી, AI અને ન્યૂ એનર્જીનો લાભ ઉઠાવવો ખૂબ જરૂરી છે.

ભારતે છેલ્લા એક દશકમાં શાનદાર ઇકોનોમી ડેવલપમેન્ટ જોયું છે. જેની GDP લગભગ બેગણી થઇને 3.5 ટ્રિલિયન ડોલર થઇ ગઇ છે. એવામાં હવે અગ્રવાલે ભારતની વિકાસ ગતિને લઇને પોતાનું વિઝન બતાવ્યું છે. અગ્રવાલ કહે છે કે ભારત 2047 સુધી ટેક્નિકલી સ્વાતંત્રતા હાંસલ કરી લેશે. તેની સાથે જ ગ્લોબલ ટેક્નોલોજીનો યુઝર નહીં, પરંતુ નિર્માતા અને લીડર પણ બની જશે. તેના માટે ભારતની તાકત અને પડકારોને લઇને સખત પગલાં ઉઠાવવાની જરૂરિયાત છે. તેમાં ટેક્નિકલના માધ્યમથી સામાજિક બદલાવ પર ફોકસ કરવું જોઇએ.

ભાવિશ અગ્રવાલનું કહેવું છે કે 1947માં આપણે પોતાની રાજનીતિક આઝાદી હાંસલ કરી. વર્ષ 2047માં આપણે પોતાની ટેક્નિકલી આઝાદી હાંસલ કરવી પડશે. AI ન્યૂ એનર્જી અને અન્ય ઉન્નત ટેક્નોલોજીઓમાં મહારત હાંસલ કરીને ભારત એ નક્કી કરી શકે છે કે તેનો લાભ બધા નાગરિકો સુધી પહોંચે, નવાચારને પ્રોત્સાહન મળે અને ભવિષ્ય માટે નોકરીઓ ઉત્પન્ન થાય. અગ્રવાલનું માનવું છે કે ભારત માટે એક સાચી ટેક્નિકલી મહાશક્તિ સ્વરૂપે ઉભરવા માટે સાહસિક પગલું અને મોટા સપના જરૂરી છે.

ભાવિશ અગ્રવાલ ભારત માટે પોતાનો AI ઉદ્યોગ વિકસિત કરવાની જરૂરિયાત પર ભાર આપે છે, જેની બાબતે તેમનો દાવો છે કે તેનાથી ન માત્ર રોજગાર ઉત્પન્ન થશે, પરંતુ આર્થિક વિકાસ પણ વધશે. ટેક ટાઇકુને આ ઇન હાઉસ AI સાથે પોતાના પ્રયાસ પહેલા જ શરૂ કરી દીધા છે. તેમનું માનવું છે કે ભારત, પોતાના મોટા ડેવલપર્સ, વિશાળ ડેટા ઉત્પાદન અને મહત્ત્વપૂર્ણ IT ઇન્ડસ્ટ્રી સાથે AI પાવરહાઉસ બનવાની ક્ષમતા રાખે છે.

અગ્રવાલ એનર્જી સેક્ટરને લઇને કહ્યું કે, તેઓ જીવાશ્મ ઈંધણથી રિન્યૂવેબલ એનર્જી, બેટરી ભંડારણ અને ઇલેક્ટ્રિક વાહનોમાં બદલાવ જુએ છે. તેમણે કહ્યું કે, ભારતે રિન્યૂવેબલ એનર્જી, ખાસ કરીને સોલર એનરજીમાં મહત્ત્વપૂર્ણ તેજી નોંધી છે, પરંતુ ગ્લોબલ લીડર્સ સાથે મેલ ખાવા માટે પોતાના પ્રયાસોમાં પણ તેજી લાવવાની જરૂરિયાત છે. અગ્રવાલ કહે છે કે રિન્યૂવેબલ એનર્જીના પ્રભાવી થવા માટે મજબૂત બેટરી ભંડારણ સમાધાન જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp