BJPને પૂર્ણ બહુમતી નહીં, સોના પર શું થશે અસર? રોકાણ કરવા માંગતા લોકોને સલાહ

PC: jagran.com

લોકસભા ચૂંટણીના પરિણામોમાં BJP સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, પરંતુ બહુમતીની રેખા પાર કરી શકી નથી. તેની અસર 4 જૂને શેરબજાર પર જોવા મળી હતી. મંગળવારે એક સમયે માર્કેટમાં રોકાણકારોના લગભગ 43 લાખ કરોડ રૂપિયા દાવ પર લાગી ગયા હતા. બજારે થોડી રિકવરી કરી હોવા છતાં, નિફ્ટી હજુ પણ લગભગ 6 ટકા ઘટીને બંધ રહ્યો હતો. આવી સ્થિતિમાં લોકોને રોકાણનો બીજો એક મજબૂત વિકલ્પ સોનું યાદ આવે તે સ્વાભાવિક હતું. આવા પ્રતિકૂળ સંજોગોમાં સોનું હંમેશા સપોર્ટ તરીકે આવે છે.

હાલમાં, MCX પર સોનું રૂ. 72,000 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. સોનામાં વધુ ઘટાડો જોવા મળ્યો નથી. તો શું ચૂંટણી પરિણામોની સોના પર કોઈ અસર નથી? ઑગમોન્ટ ગોલ્ડના ડિરેક્ટર સચિન કોઠારી કહે છે, 'લોકસભા ચૂંટણીના પરિણામોની સોનાના ભાવ પર મોટી અસર થતી નથી. ભારત સોનાના ભાવ લેનાર છે, સોનાના ભાવ લંડન દ્વારા સંચાલિત થતા હોય છે. જો કે, વિવિધ રાજકીય પક્ષો સોનાની બજાર નીતિને ટેરિફ વગેરેના સંદર્ભમાં કેવી રીતે જુએ છે તેના પર તેની અસર જરૂર પડે છે.' અહીં તમને જણાવી દઈએ કે, અહીં પ્રાઇસ ટેકરનો અર્થ એ છે કે, સોનાની કિંમત ભારતમાં થનારી ગતિવિધિઓથી પ્રભાવિત નથી થતી, પરંતુ ભારત બહાર નક્કી કરવામાં આવતી કિંમતોને અપનાવી લે છે.

તેઓ કહે છે, 'BJPની આગેવાની હેઠળની સરકારે સોનાની આયાતને રોકવા માટે છેલ્લા 10 વર્ષમાં સોના પરની આયાત જકાત 10 ટકાથી વધારીને 15 ટકા કરી છે. કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારે 2012 અને 2013માં સોના પરની આયાત ડ્યૂટી 0 ટકાથી વધારીને 10 ટકા કરી. તેથી તે બધા સોનાના વપરાશ, સોનાની આયાત, ચાલુ ખાતાની ખાધ અને ભારતમાં સોનાની નીતિઓ કેવી રીતે બનાવવામાં આવે છે તેના પર નિર્ભર છે, રાજકીય પક્ષની જીત કે હાર પર નહીં.'

કામા જ્વેલરીના કોલિન શાહ પણ કંઈક આવું જ માને છે. તેમનું કહેવું છે કે, ઉદ્યોગ સતત સુશાસનની આશા રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે, છેલ્લા એક દાયકામાં ભારતીય જ્વેલરી ઉદ્યોગનો સારો વિકાસ થયો છે. શાહના મતે, ઉદ્યોગ આવા નીતિ સુધારાની અપેક્ષા રાખે છે જે આ વ્યવસાય માટે હકારાત્મક વ્યવસાયિક વાતાવરણ ઊભું કરશે. શાહે કહ્યું છે કે, ફરી એકવાર સોનાએ તેનું મહત્વ સાબિત કર્યું છે, જ્યારે સમગ્ર બજારમાં અરાજકતા ફેલાઈ હતી, ત્યારે સોના પર બહુ ઓછી અસર જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp