બોલિવુડ સ્ટાર રણબીર કપૂરે સુરતમાં કલ્યાણ જ્વેલર્સના નવા શોરૂમનું ઉદ્ઘાટન કર્યું
કલ્યાણ જ્વેલર્સે આજે સુરતમાં એલપી સવાણી રોડ ખાતે તેના નવા શોરૂમ આજે લોન્ચ કર્યો હતો. બોલિવૂડ સ્ટાર રણબીર કપૂરે શોરૂમનું ઉદ્ઘાટન કર્યું હતું જે કલ્યાણ જ્વેલર્સના વિવિધ કલેક્શનની વ્યાપક રેન્જની ડિઝાઇન્સ દર્શાવે છે. કલ્યાણ જ્વેલર્સની લાઇફસ્ટાઇલ બ્રાન્ડ કેન્ડેરનું પણ આની સાથે જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પેટ્રન્સ વિશ્વ-કક્ષાના માહોલ સાથે આધુનિક સુવિધાઓની અપેક્ષા રાખી શકે છે જે અદ્વિતીય અનુભવ પૂરો પાડે છે.
શોરૂમ ખાતે એકત્રિત થયેલા ઉત્સાહી લોકોને સંબોધતા બોલિવૂડ સ્ટાર રણબીર કપૂરે જણાવ્યું હતું કે “કલ્યાણ જ્વેલર્સના નવા શોરૂમના ઉદ્ઘાટન માટે અહીં હાજર રહીને હું ખૂબ જ ખુશ છું. વિશ્વાસ, પારદર્શકતા અને ગ્રાહક-મૈત્રીપૂર્ણતાના સિદ્ધાંતો પર અડગ ઊભેલી બ્રાન્ડ કલ્યાણ જ્વેલર્સનું પ્રતિનિધિત્વ કરવું તે ખૂબ ગૌરવની વતા છે. મને વિશ્વાસ છે કે પેટ્રન્સ ઉમળકાભેર કલ્યાણ જ્વેલર્સનું સ્વાગત કરશે અને સર્વિસ આધારિત શોપિંગ અનુભવનો આનંદ માણશે તેમજ તેમને કંપની દ્વારા ઓફર કરતા વિવિધ રેન્જના જ્વેલરી કલેક્શન જોવા મળશે.”
નવા શોરૂમ અંગે ટિપ્પણી કરતા કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રમેશ કલ્યાણરમણે જણાવ્યું હતું કે “સુરતમાં કલ્યાણ જ્વેલર્સના નવા શોરૂમના લોન્ચ સાથે અમારો ધ્યેય સર્વાંગી ઇકોસિસ્ટમ ઊભી કરવાનો અને અમારા ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો સંતોષવા સાથે તેમના શોપિંગનો અનુભવ વધારવાનો છે. ગ્રાહકોને વિશ્વકક્ષાની સગવડ પૂરી પાડડવા તથા વિશ્વાસ અને પારદર્શકતાના કંપનીના સિદ્ધાંતોને વળગી રહેવા માટે અમે અમારી જાતને સતત નવેસરથી ખોજવાનો પ્રયત્ન કરીએ છીએ. કલ્યાણ જ્વેલર્સ ખાતે અમે ગુણવત્તા અને સર્વિસ પર ધ્યાન આપીને વિવિધ રેન્જની સુંદર અને અનન્ય જ્વેલરી ડિઝાઇન્સ ઓફર કરવાનું ચાલુ રાખીશું.”
લોન્ચની ઊજવણી કરતા કલ્યાણ જ્વેલર્સે આકર્ષક ઓફર્સની રેન્જની જાહેરાત કરી છે જેથી પેટ્રન્સ નવા શોરૂમથી તેમની જ્વેલરીની ખરીદી પર મહત્તમ લાભ મેળવી શકે. તેણે એમ પણ જાહેર કર્યું છ કે બજારમાં સૌથી ઓછા અને તમામ કંપની શોરૂમ્સ ખાતે સ્ટાન્ડર્ડાઇઝ કરેલા કલ્યાણ સ્પેશિયલ ગોલ્ડ બોર્ડ રેટ નવા શોરૂમ ખાતે જ્વેલરી ખરીદી પર લાગુ પડશે. આ ઓફર્સ માત્ર મર્યાદિત સમય પૂરતી જ છે.
પેટ્રન્સને કલ્યાણ જ્વેલર્સનું 4-લેવલ અશ્યોરન્સ સર્ટિફિકેટ પણ મળશે જે શુદ્ધતા, ઘરેણાંની ફ્રી લાઇફટાઇમ મેઇન્ટેનન્સ, વિસ્તૃત પ્રોડક્ટ માહિતી અને પારદર્શક એક્સચેન્જ અને બાય બેક પોલિસીની ગેરંટી આપે છે. આ સર્ટિફિકેશન તેના વફાદાર ગ્રાહકોને શ્રેષ્ઠ વસ્તુઓ ઓફર કરવાની બ્રાન્ડની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ શોરૂમ કલ્યાણની લોકપ્રિય હાઉસ બ્રાન્ડ્સ પણ રજૂ કરશે જેમાં મુહૂરત (વેડિંગ જ્વેલરી લાઇન), મુદ્રા (હેન્ડક્રાફ્ટેડ એન્ટિક જ્વેલરી), નિમાહ (ટેમ્પલ જ્વેલરી), ગ્લો (ડાન્સિંગ ડાયમંડ્સ), ઝિયા (સોલિટેર જેવી ડાયમંડ જ્વેલરી), અનોખી (અનકટ ડાયમંડ્સ), અપૂર્વા (વિશેષ પ્રસંગો માટે ડાયમંડ્સ), અંતરા (વેડિંગ ડાયમંડ્સ), હેરા (ડેઈલી વેર ડાયમંડ્સ), રંગ (કિંમતી રત્નોની જ્વેલરી) અને તાજેતરમાં લોન્ચ કરેલી લિલા (કલર્ડ સ્ટોન્સ અને ડાયમંડ જ્વેલરી)નો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp