અંબાણી-અદાણી બંને ટોપ-15 અમીરોની યાદીમાંથી બહાર, જાણો કેમ લાગ્યો આ ઝટકો
વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં ઘણી ઉથલપાથલ થઈ છે. એક તરફ ટોપ-10 અબજોપતિઓની યાદીમાં સામેલ 9 ધનિકોને છેલ્લા 24 કલાકમાં ભારે નુકસાન થયું છે, તો બીજી તરફ શેરમાં સતત ઘટાડાને કારણે ધનિકોની યાદીમાં સામેલ ભારતીય અબજોપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની નેટવર્થ પર અસર થઈ છે. બંને ટોપ-15ની યાદીમાંથી બહાર થઈ ગયા છે.
સૌથી પહેલા વાત કરીએ અમીરોની યાદીમાં સામેલ ટોપ 10 અરબપતિઓ વિશે, પછી તમને જણાવી દઈએ કે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ઈલોન મસ્કથી લઈને જેફ બેજોસ સુધીના દરેકને ભારે ફટકો પડ્યો છે. એલોન મસ્કની નેટવર્થ 4.39 બિલિયન ડૉલર ઘટીને 258 બિલિયન ડૉલર થઈ છે, જ્યારે જેફ બેઝોસની નેટ વર્થ 1.94 બિલિયન ડૉલર ઘટીને 218 બિલિયન ડૉલર થઈ ગઈ છે. આ સિવાય ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના CEO માર્ક ઝકરબર્ગની સંપત્તિ 2.23 અબજ ડૉલર ઘટીને 199 અબજ ડૉલર થઈ ગઈ છે.
ટોપ-10 અબજોપતિઓની યાદીમાં માત્ર માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ જ ફાયદામાં રહ્યા છે. અબજોપતિઓની સંપત્તિના અપડેટેડ ડેટા પર નજર કરીએ તો બિલ ગેટ્સ નેટવર્થમાં 373 મિલિયન ડૉલરનો વધારો થયો છે અને તે વધીને 157 અબજ ડૉલર થઈ ગયો છે. આ સિવાય લેરી એલિસનને 538 મિલિયન ડૉલર, બર્નાર્ડ આર્નોલ્ટને 353 મિલિયન ડૉલર, લેરી પેજને 1.49 બિલિયન ડૉલર, સર્ગેઈ બ્રિનને 1.39 બિલિયન ડૉલરનો ફટકો, સ્ટીવ બાલ્મરને 610 મિલિયન ડૉલરનો ફટકો લાગ્યો છે અને વોરેન બફેટને 2.76 બિલિયન ડૉલરનો ફટકો પડ્યો છે.
હવે અમીરોની યાદીમાં સામેલ ભારતીય અબજોપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે, આ બંને ઉદ્યોગપતિઓ આ યાદીમાં ટોપ-15માંથી બહાર થઈ ગયા છે. ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ઘટાડાથી આ બંને ઉદ્યોગપતિઓની કંપનીઓના શેર પર અસર પડી છે અને તેના કારણે તેમની સંપત્તિમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જો મુકેશ અંબાણીની આગેવાની હેઠળની દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં રિલાયન્સના શેરમાં લગભગ 5 ટકાનો ઘટાડો થયો છે.
જો આપણે મુકેશ અંબાણીની નેટવર્થ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં તેમાં 2.72 બિલિયન ડૉલર અથવા લગભગ રૂ. 22,882 કરોડનો ઘટાડો થયો છે અને આ ઘટાડા પછી હવે તે ઘટીને 98.8 બિલિયન ડૉલર થઈ ગયો છે. આટલી નેટવર્થ સાથે મુકેશ અંબાણી વિશ્વના 17મા સૌથી ધનિક વ્યક્તિ છે. જો આપણે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં આવેલા ફેરફાર પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં તેમને 2.06 બિલિયન ડૉલર અથવા લગભગ 17,330 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે અને તેમની પાસે 92.3 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે વિશ્વના 18મા સૌથી અમીર વ્યક્તિ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp