નવા વર્ષમાં તેજી:BSE-NSE ફરી ઓલટાઇમ હાઇ પર પહોંચી ગયા, શેરબજાર વધવાના આ 3 કારણો

PC: thestatesman.com

શેરબજારમાં સપ્તાહના અંતે શેરબજારમાં ધમાકેદાર તેજી જોવા મળી હતી. BSE સેન્સેક્સમાં 800 પોઇન્ટનો અને નેશનલ સ્ટોક એક્સ્ચેન્જના નિફ્ટીમાં 247 પોઇન્ટનો ધરખમ ઉછાળો જોવા મળ્યો હતો. બંને શેરબજારો ફરી એકવાર ઓલટાઇમ હાઇ પર પહોંચી ગયા હતા.શેરબજારના નિષ્ણાતો બજારના ઉછાળા માટે 3 કારણો હોવાનું જણાવી રહ્યા છે.

શુક્રવારે, BSE સેન્સેક્સ પ્રથમ વખત 72,720.96 ના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટીએ પણ પહેલીવાર 21900ની સપાટી વટાવીને 21,928.25ની સપાટીએ પહોંચી ગયો હતો. શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન IT અને PSU બેન્કિંગ સેક્ટરના શેર્સમાં સારી ખરીદી જોવા મળી હતી અને આ સેક્ટર્સ ટોપ ગેઇનર રહ્યા હતા.

ભારતીય શેરબજારમાં સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બમ્પર ખરીદી જોવા મળી હતી અને બજાર નવી ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યું હતું. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, BSE-30 ઈન્ડેક્સ 847.27 પોઈન્ટ અથવા 1.18 ટકાના વધારા સાથે 72,568.45 ના સ્તર પર બંધ રહ્યો હતો. બીજી તરફ NSE ના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 247.35 પોઈન્ટ અથવા 1.14 ટકા ના વધારા સાથે 21,894.55 ના સ્તર પર બંધ રહ્યો હતો.

BSEમાં 800 પોઇન્ટ અને NSEમાં 247 પોઇન્ટના ઉછાળાના કારણ અંગે શેરબજારના જાણકારોનું કહેવું છે કે, TCS અને ઈન્ફોસિસના ડિસેમ્બર મહિનામાં પુરા થતા ત્રિમાસિક પરિણામો બાદ મોટાભાગના IT શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો, બીજું કારણ એ હતું કે બજારના લોકોની એવી ધારણા છે કે હવે કંપનીઓના જે ત્રિમાસિક પરિણામો રજૂ થશે તે મજબુત આવી શકે છે, જેને કારણે સેન્ટીમેન્ટમાં સુધારો જોવા મળ્યો. ત્રીજું કારણ એ હતું કે, RBI અને US ફેડ 2024ના પ્રથમ 6 મહિનામાં વ્યાજદરોમાં ઘટાડો કરી શકે છે.મતલબ કે ઓવરઓલ સેન્ટીમેન્ટ પોઝિટીવ જોવા મળતા બજારમાં ભારે ખરીદી નિકળી હતી.

સેન્સેક્સની કંપનીઓમાં, ઇન્ફોસિસના શેર્સ તેના ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામો બજારની ધારણા મુજબના રહેતા ઇન્ફોસીસના શેરમાં લગભગ 8 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. દેશની સૌથી મોટી સોફ્ટવેર નિકાસકાર Tata Consultancy Services (TCS)ની ચોખ્ખી આવક ડિસેમ્બર ક્વાર્ટરમાં 8.2 ટકા વધીને રૂ. 11,735 કરોડ થઈ છે. આ પછી કંપનીના શેરમાં ચાર ટકાનો વધારો નોંધાયો હતો.

અન્ય વધવા તરીફી શેરોમાં ટેક મહિન્દ્રા, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજીસ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. પાવર ગ્રીડ, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને HDFC બેન્કના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. BSEનો ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) ઇન્ડેક્સ 4.99 ટકા ઊછળ્યો હતો, જે સેક્ટોરલ ઇન્ડેક્સમાં સૌથી વધુ છે.

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે.વિજયકુમારે જણાવ્યું હતું કે, ઇન્ફોસિસના ઇનલાઇન પરિણામો અને TCSના અપેક્ષિત કરતાં વધુ સારા પરિણામોને કારણે IT સેકટરના શેરોમાં તેજી જોવા મળી રોકાણકારોએ બજારમાં હકારાત્મક પ્રતિભાવ આપ્યો જેને લીધે શેરબજારો વધ્યા. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ ગુરુવારે રૂ. 865 કરોડના શેરો વેચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp