બજેટ 2024: કોને શું મળ્યું, જાણો બજેટની પળેપળની માહિતી

PC: twitter.com

નવી સંસદમાં સામાન્ય ચૂંટણી પહેલા આજે મોદી સરકાર દ્વારા રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાના કાર્યકાળનું છઠ્ઠું બજેટ રજૂ કરી રહ્યા છે. આ વચગાળાનું બજેટ છે, પરંતુ દેશની જનતાને સરકાર પાસેથી આ મિનિ બજેટમાં પણ ઘણી મોટી જાહેરાતોની અપેક્ષા છે. આ બજેટમાં અર્થવ્યવસ્થા, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને મોટી ભેટ મળવાની આશા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

01 Feb, 2024
12:24 PM
બજેટ સ્પીચ પૂરી થયા બાદ નાણામંત્રીએ લોકસભામાં નાણાકીય બિલ 2024 રજૂ કર્યું, જેને પાસ કરી દેવાયું
01 Feb, 2024
12:07 PM
નિર્મલા સીતારમને કહ્યું- હાલમાં ઇનકમ ટેક્સ પેયરને કોઈ રાહત નથી આપવામાં આવી, 7 લાખ સુધીની આવક પર ટેક્સ નથી લેવાતો.
PC: k
01 Feb, 2024
12:06 PM
બજેટમાં ઇનકમ ટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ ન કરવાની જાહેરાત
[removed][removed]
01 Feb, 2024
12:00 PM
નાણામંત્રી કહ્યું હતું કે-ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 11 ટકા વધુ ખર્ચ કરવામાં આવશે.
01 Feb, 2024
12:00 PM
નાણામંત્રી કહ્યું હતું કે- સંપૂર્ણ બજેટ જુલાઈમાં આવશે. તેમાં વિકસિત ભારતનો રોડમેપ રજૂ કરવામાં આવશે.
01 Feb, 2024
12:00 PM
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે- રાજ્યોને વ્યાજમુક્ત લોન આપવામાં આવી રહી છે.
01 Feb, 2024
12:00 PM
હજાર સામાન્ય રેલ કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે.
01 Feb, 2024
12:00 PM
નાણામંત્રી કહ્યું હતું કે-ત્રણ રેલ કોરિડોર શરૂ કરવામાં આવશે. પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં સુધારો થશે. PM ગતિ શક્તિ યોજના હેઠળ કામ ઝડપી કરવામાં આવશે. માલવાહક પ્રોજેક્ટ પણ વિકસાવવામાં આવશે. 40
01 Feb, 2024
12:00 PM
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, દરેકને કાયમી ઘર આપવામાં આવશે. સ્કિલ ઈન્ડિયામાં 1.47 કરોડ યુવાનોને તાલીમ આપવામાં આવી છે.
01 Feb, 2024
12:00 PM
નાણામંત્રી કહ્યું હતું કે-પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં વધુ બે કરોડ મકાનો બનાવવામાં આવશે.
01 Feb, 2024
12:00 PM
નાણામંત્રી કહ્યું હતું કે- દેશની અર્થવ્યવસ્થા સાચી દિશામાં છે. અમારી સરકારનું ધ્યાન પારદર્શક શાસન પર છે.
01 Feb, 2024
12:00 PM
નાણામંત્રી કહ્યું હતું કે-ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે. અમે લોકોને સશક્ત બનાવવા માટે કામ કરી રહ્યા છીએ.
01 Feb, 2024
12:00 PM
નાણામંત્રી કહ્યું હતું કે- ખોરાકની ચિંતાઓ દૂર કરવામાં આવી છે. 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે. મૂળભૂત જરૂરિયાતો પૂરી થઈ છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આવક વધી છે.
01 Feb, 2024
12:00 PM
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, દરેક ઘર સુધી પાણી, બધાને વીજળી, ગેસ, નાણાકીય સેવાઓ અને બેંક ખાતા ખોલવા માટે કામ કરવામાં આવ્યું છે.
01 Feb, 2024
11:00 AM
વચગાળાનું બજેટ રજૂ કરવાનું નાણામંત્રીએ શરૂ કર્યું
[removed][removed]

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp